મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

- text


૮૦ થી વધુ તેજસ્વી છાત્રોનું વૃક્ષો ના રોપા આપી કરાશે સન્માન : ૩૬ કાંઠાના પ્રદર્શન સાથે પુસ્તક મેળાનું પણ આયોજન : માટીકલા જાળવી રાખનાર રત્નોનું બહુમાન કરાશે

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આગામી તા.૧૭ ને રવિવારના રોજ સુપરહિટ સીરામીક ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૮૦ થી વધુ તેજસ્વી છાત્રોનું વૃક્ષો ના રોપા આપી સન્માન કરવામાં આવશે. આ સાથે પુસ્તક મેળો તેમજ ૩૬ કાંઠાનું પ્રદર્શન યોજાશે.

શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષ પણ વિધાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૧૮ ના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે આ સન્માન સમારોહનું આયોજન ૧૭ જુન રવિવારના રોજ બપોરે ૩ કલાકે સુપરહિટ સીરામીક ૮-એ નેશનલ હાઈવે દરીયાલાલ કાંટાની બાજુમાં મોરબી મુકામે યોજાનાર છે આ કાર્યક્રમ માં ધોરણ ૧ થી કોલેજ સુધીના ૮૦ થી વધુ તેજસ્વી છાત્રોનું વૃક્ષો ના રોપા અને શૈક્ષણિક કીટ આપીને સન્માન કરાશે ,તેમજ કુંભારીકામ ચાકડાપર ઉતારાતા ૩૬ કાંઠાનું પ્રદર્શન સાથે પુસ્તક પરબ ટીમ મોરબી દ્વારા પુસ્તકમેળાનું પણ સુંદર આયોજન કરેલ છે.

- text

આ કાર્યક્રમ ની વિશેષતા એ છેકે કાર્યક્રમ ને કુંભકાર વંદના ના નેજા હેઠળ અત્યાધુનીક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ચાકડાપર કુંભારીકામનો અમુલ્ય વારસો જાળવી રાખનાર સમાજના ૧૫ જેટલા કલારત્નોના હસ્તે દિપપ્રાગ્ટય કરીને તેઓનું બહુમાન કરવામાં આવશે.સાથે સમાજના બાળકલાકારો દ્વારા સમાજ ને પ્રેરણારૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે.સમગ્ર કાર્યક્રમ ના સુંદર આયોજનને લઇ ને સમગ્ર પ્રજાપતિ સમાજમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.આ કાર્યક્રમમાં મોરબી,થાનગઢ,વાંકાનેર,રાજકોટ તેમજ આજુબાજુના ગ્રામ્યવિસ્તારના પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટીપડશે.આયોજનને સફળ બનાવવા શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિના સભ્યો અને સમાજના યુવા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

- text