ટંકારામાં વેરાન વગડાને હરિયાળો બગીચો બનવવા નેમ સાથે વૃક્ષારોપણ કરતા સાત યુવાનો

- text


પર્યાવરણ દિવસના અવસરે ઔષધિ સહિતના ૫૦૦ રોપાનું વાવેતર કરી ઉછેરવાનો સંકલ્પ લેવાયો

ટંકારા : ટંકારા ગામના સાત નવયુવાનોએ વિશ્વ પર્યાવરણ દિવસે વેરાન વગડાને હરિયાળો બગીચો બનાવવાની નેમ લઈ અનેક લોકપયોગી ઔષધિય વૃક્ષો સહિત કુલ ૫૦૦ વૃક્ષ વાવી વૃક્ષ ઉછેરવા સંકલ્પ લીધો હતો.

ટંકારા ગામના પાટીદાર યુવાનો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે ૫૦૦ વુક્ષોનું વાવેતર કરી આગામી દિવસોમાં આ જાહેર સ્થળને બગીચાનુ રુપ આપી તેમાં બેસવાના બાંકડા અને લપસ્યા સહિતની બાળક્રીડાગંણ ઊભો કરવાની યોજના બનાવી અહીં ૪૦ જેટલા જુદા જુદા ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી ઉછેરવાનો સંકલ્પ લીધો હતો.

ટંકારાના લોવાસ ગાયત્રીનગર વિસ્તારોમાં રહેતા અને ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા પાટીદાર સમાજના મિત્રો સાથે મળી ગામની બહાર અમરાપર રોડ ઉપર ખોખાણી દયાળજીભાઈના શેઢા પાસે આવેલા વેરાન વગડા ને સુંદર રળીયામણું અને હરિયાળુ બનાવવા માટે ઉનાળાનાં ધોમધખતા તાપમાં સતત ચાર માસની જાત મહેનત બાદ પર્યાવરણ ના દિવસે ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તો આ પહેલા આ જગ્યામાં ૩૦૦ થી વધુ વૃક્ષો ઉગાડી અને તેમનો ઉછેરની જવાબદારી સાત જણાંની ટીમે લીધી છે.

- text

પર્યાવરણ દિવસની ઉજવણીને લઇ સોશિયલ મીડિયા અને ફેસબુક વોટ્સએપ પર જયારે પોસ્ટ દ્વારા જ પર્યાવરણ દિવસ ની વાતો થતી હોય ત્યારે ટંકારાના આ મિત્ર વર્તુળ દ્વારા જમીની હકીકતમાં વૃક્ષો વાવી અને તેના ઉછેર માટે અલગ-અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જે કાબીલેદાદ છે, આ સાથે ટંકારાના લોકોને દેશી દવા માટે કોઈ ઔષધિની જરૂર પડે તો ૪૦ જેટલા ઔષધિય વૃક્ષો પણ વાવી લોકોનું આયુષ્યમાં સુધારો થાય એવો ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં આ વેરાન વગડાને હરિયાળું બનાવી અને તેમાં બેસવા માટેના બાંકડાઓ લપસ્યા હીચકા અને જુદા જુદા રમકડા મૂકી તેને સુંદર રૂપ આપવાનું આયોજન આ ટીમ દ્વારા સ્વખર્ચે કરવામાં આવશે ત્યારે આવતા વર્ષમાં જ વાવેલા વ્રુક્ષો વટવૃક્ષ બની અને ચોતરફ હરિયાળી અને ઠંડક પ્રસરાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- text