મોરબીના પીપળી રોડ ઉપર બાઇક ટ્રક વચ્ચે અકસ્માત : બે બાળકોના મોત

- text


દંપતી બાળકો સાથે જઈ રહ્યું હતું ત્યારે બનેલી કરુણ ઘટના : દંપતી ઇજાગ્રસ્ત

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર બાઇકમાં જઇ રહેલ શ્રમિક પરિવારને અકસ્માત નડતા ફૂલ જેવા કુમળા બે સગાભાઈ બહેનના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રે મોરબીના પીપળી રોડ પર પરિવાર સાથે જઇ રહેલા દલસિંગ નીનામાના બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં બાઇક ચાલક દલસિંગ નીનામાં તેમના પત્ની રજનીબેન નીનામાં, પુત્ર અજય ઉ.૨ અને પુત્રી અંજલિ ઉ.૧૦ માસને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતા.

- text

આ કરુંણ ઘટનામાં સારવાર કારગત ન નિવડાતા શ્રમિક દંપતીના ફૂલ જેવા કુમળા અજય અને અંજલિ નામના બન્ને ભાઈ બહેનનું મૃત્યુ નિપજતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text