મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલા ઉપર હુમલો

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા મહિલા ઉપર હુમલો કરતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મંજુબેન રમેશભાઇ પીઠાભાઇ રાઠોડ ઉ.વ-૪૨ રહે.રફાળેશ્વર તા.જી.મોરબી મુળગામ અજમેર (ચાસીયા)તા જસદણ જી.રાજકોટ વાળાના ઘર નજીક આરોપી અનીલભાઇ બચુભાઇ સોલંકી ઉવ ૩૦ ધંધો મજુરી રહે રફાળેશ્ર્વર મચ્છોનગર તા.જી.મોરબી વાળો ગાળો બોલતો હોય જેથી તેને ટપારતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ફરી.ના મો.સા ને નુકશાન કરી લાકડી વતી ફરીને પેટના ભાગે મુંઢ માર માર્યો હતો.

- text

આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ મ્હે.જીલ્લા મેજી.સા ના હથીયારબંધી જાહેરનામા નો ભંગ કરતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text