હડમતિયામાં નર્મદાની પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ કરતા તત્વો સામે કાર્યવાહી થશે ??

- text


આ વખતે સરપંચે જાતે બાવણા ચડાવીને લાઈનનું રીપેરીંગ કર્યું : ટંકારા પોલિસ, ટીડીઅો અને મામલતદારને લેખિત રજુઆત છતાં પણ પરિણામ શૂન્ય

હડમતિયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામને ભર ઉનાળે છતા પાણીઅે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. લજાઈથી હડમતિયા સુધીની ૫ કિ.મી ની નર્મદાના પાણીની લાઈનમાં કોઈ આવારા તત્વો અથવા તો ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા તત્વો આ લાઈન વારંવાર તોડી નાખતા હોવાની સરપંચે રાવ કરી છે. આ વખતે તો સરપંચે ખૂદે બાવણા ચડાવીને પાઇપલાઈનનું રીપેરીંગ કામ કર્યું હતું.

હડમતિયાની નર્મદા પાણીની જુથ યોજના જડેશ્વરથી હડમતિયા કાયદેસરની છે પણ આ પાણી થાનથી પંપીંગ દ્રારા ૧૨૦ કિ.મી લાંબી લાઈનમા આવતું હોવાથી વચ્ચેથી પાણી ચોરી થઈ જતી હોવાનું ખુદ પાણી પુરવઠા બોર્ડે આજથી ૫ વર્ષ પુર્વે સ્વીકાર કર્યો હતો . આ પાણી હડમતિયા માટે મૃગજળ સમાન છે. પરંતુ વારંવાર આ પાઇપલાઇનને અમુક શખ્સો દ્વારા તોડી નાખવામાં આવે છે. આ બાબતે હડમતિયાના સરપંચ લાગતા વળગતા અધિકારીઅોને પણ લેખિત રજુઆત કરી ચુક્યા હોવા છતા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રએ આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

- text

અગાઉ પુર્વ સરપંચે જડેશ્વર સંપથી ૫ વર્ષથી પાણી લીધુ ન હતું . ત્યારબાદ ગ્રામપંચાયત દ્રારા આંદોલન કરીને સાંસદને જગાડવામાં આવ્યા હતા. હડમતિયાને લજાઈ સંપથી પાણી આપવાનું કહેતા સાંસદમોહનભાઈ કુંડારીયાએ ગ્રામમપંચાયતની વાત માન્ય રાખતા આંદોલન સમેટાઈ ગયેલ હતું. પણ પરિસ્થિતી “જૈસે થે” જોવા મળી રહી છે.

ચુંટણી સમયે ધારાસભ્યઅે પણ હડમતિયા ગામનો પાણી પ્રશ્ન ચુંટાઈશ તો કાયમી હલ કરી આપવાનુ પણ વચન આપેલ તે વચનનું તો જાણે સુરસુરીયું જ થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ વાંકાનેર પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં જડેશ્વર સંપમાંથી હડમતિયાને રેગ્યુંલર પાણી મળતું હોય તેવા આંકડા બોલી રહ્યા છે પણ ગ્રામપંચાયતે છેલ્લા ૬ વર્ષથી આ પાણી લીધેલ નથી. જો આ પાણી ચોરીના કૌંભાડનો પર્દાફાસ થાય તેમ છે અને કેટલાય અધિકારીઅોના રસોડા અભડાય જાય તો નવાઈ પણ નહી.

- text