વર્ષો બાદ મોરબી પાલિકા જીડીસીઆર મુજબ બાંધકામ પરવાનગી આપવાનું શરૂ કરશે

- text


મોરબી અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં કોમન GDCR માં ૧૨૫ ચો.મી. બાંધકામની વિકાસ પરવાનગીમાં સરળી કરણ

મોરબી : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૧૪/૯/૨૦૧૬ના પરિપત્ર મુજબ મોરબી નગરપાલિકા વિસ્તારમાં અને વાંકાનેર નગરપાલિકા એક માલિકીના ૧૨૫ ચોરસ મીટર સુધીના રહેણાકના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે નગરપાલિકા પાસેથી બાંધકામ મંજુરી મેળવવા માંથી મુક્તિ આપવાનો નિર્ણય કરેલ છે. નોંધનીય છે કે વર્ષોથી મોરબીમાં બાંધકામ પરવાનગી આપવામાં આવતી ન હોય ગેરકાયદે બંધકામનું દુષણ વ્યાપક બન્યું છે.

અરજદારોએ સક્ષમ સત્તાધીકારીઓ દ્વારા મંજુર કરેલ લે આઉટ પ્લાનના સબ પ્લોટ કે બિલ્ડીંગ યુનિટમાં જી.ડી.સી.આર. ને આધીન રહેણાંકના બિલ્ડીંગ પ્લાન લાયસન્સ ધરાવતા એન્જીનીયર/આર્કિટેક્ટ દ્વારા બનાવી અરજદાર અને એન્જીનીયર/આર્કિટેક્ટની સયુંકત એફિડેવિટ સાથે બે નકલમાં સત્તા મંડળમાં રજુ કરી સત્તા મંડળે સ્વીકારેલ પ્લાનની નકલ મેળવ્યા બાદ બાંધકામ શરૂ કરી શકાશે.

- text

બાંધકામ પૂર્ણ થયે જે તે સત્તા મંડળના નિયમ મુજબ બાંધકામ પૂર્ણ કરેલ જે અંગેની પરવાનગી (B.U) લેવાની રહેશે અને એનેક્ષર ૧ શરતો મુજબ અને એનેક્ષર -ર શરતો મુજબ બાહેધરી પત્ર જે તે સત્તા મંડળમાં રજુ કરવાનું રહેશે. રજુ કરેલ નકશા મુજબ બાંધકામ ન કરવાની ફરિયાદ મળશે તો નગરપાલિકા દ્વારા જીડીસીઆર મુજબ બાંધકામ પૂર્ણ કરવાની નોટીસ આપવામાં આવશે અને જરૂર પડે ડિમોલિશ અથવા મોડીફાય કરવાની સુચના આપવામાં આવશે.

મોરબી નગરપાલિકાના અને વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ આર.સરૈયાની યાદીમાં જણાવવામાં આવેલ છે. ઉપરોક્ત બાબતને મોરબી નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકાના વિસ્તારના લોકોએ લાભ લેવા જણાવવામાં આવે છે.

- text