મોરબીનો દલિત પરિવાર ૩૬ વર્ષથી જમીન ખાતે કરવા લગાવી રહ્યો છે કલેકટર કચેરીના ચકકર

- text


નામદાર અદાલતનો આદેશ પણ તંત્ર ઘોળી ને પી ગયું : ૬૦ દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી કોણીએ ગોળ ચોંટાડયો

મોરબી : સરકારી બાબુઓની તુમારશાહીને કારણે પાટણમાં આત્મવિલોપનની ઘટના બનવા છતાં હજુ સરકારી તંત્ર હેમ નહિ સુધરેંગેની નીતિ ચાલુ રાખી છે જેનો ઉત્તમ પુરાવો મોરબીમાં જોવા મળ્યો છે, મોરબીના શનાળા ગામના દલિત પરિવારે ૩૬ વર્ષ પહેલા વેચાણ પર લીધેલી ખેતીની જમીનમાં કાયદાકીય ગુંચવણ અને સરકારી તંત્રની ઢીલી નીતિ નો ભોગ બન્યો છે. અને આજ દિન સુધી તેમને ખાતેદાર તરીકે ન ચઢાવતા પોતાની જ જમીનના ખાતેદાર નથી બની શક્યા.કોર્ટ અને કચેરી વચ્ચે ફસાયેલ દલિત પરિવાર પાયમાલ થવાની અણીએ આવી પહોંચ્યા છે.

લોકતંત્રની વરવી વાસ્તવિકતા આંખે ઉડીને વળગી છે.ગરીબ અને વંચીતોને વિકાસ માટે કામ કરતી અને સતત ગતિશીલ સરકારની ગુલબાગો ફેકતી રાજ્ય સરકારના વહીવટી તંત્રની ગોકળગાય ગતિ જેવી કામગીરી સરકારની પોલ ખોલે છે.

મોરબીના શક્ત સનાળામાં કૈલાસ પાર્કમાં રહેતા દલિત પરિવાર ૩૬ વર્ષે થી પોતાની જમીનમાં ખાતેદાર બનવા કોર્ટ અને તંત્ર સમક્ષ બન્ને મોરચે લડી ન્યાય મેળવવા કચેરીઓના પગથિયાં ચઢી ચઢી અંતે આત્મવિલોપન કરવા જેવા પગલાં ભરવા મજબુર થઈ ગયો છે. મોરબીના અરજણભાઈ જેઠાભાઇ ધોળકીયાએ ૧૯૮૨ ના વર્ષમાં સનાળા ગામના દાદુભા દાનસિંગ નામના ખેડૂત પાસેથી વેચાણ પેટે જમીન ખરીદી હતી. આ જમીનમાં તેમણે ખાતેદાર તરીકે નામ સરકારી કચેરીમાં ધક્કા શરૂ થયા જે ૩૮ વર્ષ થવા છતાં હજુ જેમન તેમ છે.

- text

અગાઉ મૂળ માલિકનું મૃત્યુ થયું હતું બાદમાં સમગ્ર મેટર કોર્ટ કેસમાં જતી રહી હતી.જ્યાં કોર્ટે પણ અરજણભાઈને પ્રથમ ખાતેદાર કરવા આદેશ કર્યો હતો.પરંતુ ફરીથી જિલ્લા વહીવટી તંત્ર પાસે મુદ્દો આવી જતા ફરી સ્થિતિ જે સે થે જેવી થઈ છે.હાલ ન્યાય માટે મળતા દલિત પરિવાર હજુ પણ પ્રથમ ખાતેદાર થવા કચેરીઓમાં ભટકી રહ્યા છે.ગત ૨૬ ફેબ્રુઆરી ના અપરિવારને કલકટરે ચર્ચા માટે બોલવી ૬૦ દિવસની મુદત માંગી હતી.

જોકે આ મુદ્દો કલેક્ટર હસ્તક હોય તે અરજદારે ખેત મજુર તરીકે પુરાવા રજૂ કર્યા છે સાથે – સાથે ખેતમજૂરને ખાતેદાર તરીકે ગણવા અંગેનો સરકારનો પણ પરિપત્ર હોવા છતાં કલેકટર મહેસુલ વિભાગમાં અભિપ્રાય માટે મોકલતા હવે આ પરિવારને કયારે ન્યાય મળે છે તે એક પ્રશ્ન છે સર્જાયો છે.

- text