વાંકાનેરમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીની બેભાન : ૧૦૮ ની પ્રશન્સનીય કામગીરી

- text


વાંકાનેર : વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં આજે ધોરણ-10ની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક બેભાન થઈ ઢડી પડતા 108 દ્વારા પ્રશંસનીય કામગીરી કરી તાત્કાલિક સારવાર આપી આ વિદ્યાર્થિનીને સમયસર પરીક્ષાખંડમાં બેસાડી પરીક્ષા અપાવી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ધોરણ10ના સાયન્સ અને ટેકનોલોજી ના પેપર દરમ્યાન વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અનમ ખાતીમા પાનવાલા નામની વિદ્યાર્થીની અચાનક બેભાન થઈ ઢળી પડી હતી દરમિયાન આ મામલે ૧૦૮ ને કોલ મળતા પાયલોટ રામ કરમટા અને ઇએમટી સંજય મકવાણાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપી રાહત કરાવી હતી અને પુનઃ એકઝામ સેન્ટરમાં બેસાડી હતી જેને કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતા અટક્યું હતું.

- text