મોરબી ધોરણ 10ની પરીક્ષામાં એક કોપી કેસ નોંધાયો

- text


વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર એકંદરે સહેલું : ૩૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયા બાદ આજે બીજા દિવસે ધો. ૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ધો. ૧૨માં આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાનપ્રવાહમાં વિજ્ઞાનનું પેપર હતું જેમાં ધો.10માં મોરબીમાં એક કોપી કેસ નોંધાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ આજે યોજાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં કુલ ૧૫૬૫૦ પૈકી ૧૫૩૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને કુલ ૩૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

દરમિયાન બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ ૧૦ માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર એકંદરે સહેલું હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જો કે આમ છતાં એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં સુપરવાઇઝરે એક વિદ્યાર્થીને ચોરી કરતા રંગે હાથ ઝડપી લેતા આજે સમગ્ર જિલ્લામાં પ્રથમ કોપીકેસ નોંધાયો હતો.

- text