મહિલા સફાઈ કામદારના હસ્તે પ્રજાસત્તાક પર્વનો દિપ પ્રાગટ્ય

- text


ભારતમાતા પુજન સાથે ત્રણસો જણાને તિરંગાના સ્ટીકર લગાડ્યા

હળવદ : સમગ્ર દેશમાં જ્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશેષ વ્યક્તિઓ દ્વારા ધ્વજવંદન કરાવવામા આવે છે. ત્યારે મહિલા સફાઈ કામદારના હસ્તે ભારત માતા પુજનનુ દિપ પ્રાગટ્ય કરાવીને સમાજમા સામાજીક સમરસતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા હળવદ સલાટફળીના વેપારીઓ

હળવદ સલાટફળીના ગણપતિ મંદિર ખાતે એક સફાઈ કામદારના હસ્તે ભારત માતા પુજન માટે દિપ પ્રાગટ્ય કરાવ્યુ હતુ.કમુબેન રાઠોડ હળવદની બજારમાં સફાઈ કરીને એક સ્વચ્છતાનો સંદેશ આપે છે. ત્યારે આજે દેશ ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સફાઈ કામદારના હસ્તે ભારત માતા પુજનનો દિપ પ્રાગટ્ય કરાવીને સામાજીક સમરસતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતુ.તેમજ કમુબેન રાઠોડને સાડી અર્પણ કરી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ત્રણસો જણાને તિરંગાના સ્ટીકર લગાડી સાથે ભુલકાઓને ચોકલેટ વહેચી અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text