મોરબીમાં તિરંગાના ચિન્હનું વિતરણ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


આવતીકાલે તમામ મોરબીના તમામ નગરોને ઘર – ધંધા સ્થળે તિરંગો લહેરાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની અપીલ

મોરબી : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ હહેરની શાળા, કોલેજો અને જાહેર સ્થળોએ 10 હજાર થી વધુ તિરંગાના સિમ્બોલ વિતરણ કરી રાષ્ટ્રભવનાના દર્શન કરાવ્યા હતા. સાથો સાથ આવતીકાલે તમામ મોરબીના શહેરીજનોને પોતાના ઘર અને ધંધાના સ્થળે તિરંગો ધ્વજ લહેરાવવા અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દેશની આન બાન અને શાન સમા ત્રિરંગા (રાષ્ટ્રધ્વજ)ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપીને મોરબી માં આવેલી વિવિધ સરકારી શાળાઓમાં જેમાં સાર્વજનિક પ્રાથમિક શાળા, હરિજનવાસ પ્રાથમિક શાળા, કુમાર પોલીસ લાઈન શાળા, કન્યા પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં વિતરણ કર્યા હતા.

- text

આ ઉપરાંત મોરબી શહેરના નગરદરવાજા, રવાપર રોડ, શનાળા રોડ, સ્કાય મોલ, ઉમિયા સર્કલ, રામચોક જેવા જાહેર સ્થળો અને વિવિધ શોપિંગ સેન્ટર ખાતે જાહેર વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્ય આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો.

અંતમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીના લોકોને ૨૬મી જાન્યુઆરીના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે અથવા પોતપોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અપીલ કરવામાં આવી છે.

- text