વાંકાનેર : અરિહંત જીવદયા ગ્રુપના સમીરભાઈ સંઘવી દ્વારા પક્ષીઓ ના જીવ બચાવવા નવતર પ્રયાસ

- text


વાંકાનેર: અરિહંત જીવદયા ગ્રુપના સમીરભાઈ સંઘવી વર્ષોથી પોતાના નિત્ય ક્રમ અનુસાર દરરોજ ચકલા ને ચણ અને પાણી તો ખવડાવે પીવડાવે જ છે અને  સાથે- સાથ જીવદયા ના અનેક કર્યો જેવા ને પક્ષીઓ ના માળા, પક્ષીઓ માટે પાણીની કુંડીઓ તેમજ પ્લાસ્ટિક ની બોટલવાળી પક્ષીઓ ને ચણ નાખવાની ડીસ નું વિતરણ જેવા અનેક જીવદયા ના કર્યો કરે છે પણ આ છેલ્લા બે વર્ષથી ઉતરાયણ બાદ પક્ષીઓ ના જીવ બચાવવા એક નવતર પ્રયાસ કરી રહ્યા છે.

- text

ઉતરાયણ ના દિવસે લોકો કાપયેલા પતંગ લૂંટી ને જ્યાને ત્યાં ડોરા ફેંકી દેતા હોય છે પરંતુ એ ફેંકેલા દોરા પક્ષીઓ માટે કેટલા ઘાતક પુરવાર થાય છે તેનાથી લોકો અજાણ હોય છે.
તે દોરા પક્ષીઓ ના પગ માં તેમજ ગળા માં ફસાય જતા હોય છે અને તેનાથી પક્ષીઓ ના જીવ પણ જતા હોય છે તો પક્ષીઓ ને આ ફેંકેલા દોરાથી બચાવવા સમીરભાઈ દ્વારા ઉતરાયણ ના બીજા દિવસે વાંકાનેર માં ફરીને દોરા એકત્રિત કરી ને પછી એકત્રિત કરેલા દોરા નો નાશ કરીને જીવદયા નુ અનોખુ ઉદાહરણ સમાજ ને આપી ને “જેવી શક્તિ એવી ભક્તિ ” આ કહેવત ને સાર્થક કરી હતી.

- text