રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનતા મોરબી જિલ્લા કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી

- text


મોરબી : રાહુલ ગાંધીની આજે વિધિવત રીતે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા આજે સાંજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ આગવાનો બ્રિજેશ મેરજા, જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, લલિત કગથરા, પાસ આગેવાન મનોજ કાલરીયા સહિતના આગેવાનોએ ફટાકડા ફોડીને રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની વરણીને વધાવી હતી.

- text

 

- text