મોરબીમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

- text


મોરબી:મોરબી જિલ્લા કાનુની સેવા સતા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી કાનુની સેવા સતા દ્વારા વિદ્યાર્થીઓને કાયદાથી માહિતગાર કરવાનો સેમીનાર યોજવામા આવ્યા હતા. આ તકે ઉપસ્થિત કોર્ટના પ્રતિનિધિ એમ.ડી. પરમાર (લીગલ સેક્રેટરી ડી- મોરબી) તથા શ્રી ચિરાગભાઈ ડી. કારીયા (AD) અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ધોરણ-૧૧ ના ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓને સંબોધન કરી કાનૂન વિષે માહિતગાર કર્યા હતા.

- text

અંતમાં પ્રશ્નોતરી કરી હતી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાનૂનના મુંજવતા પ્રશ્નો વિષે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તકે વરિષ્ઠ વકીલ ચિરાગભાઈ ડી.કારિયા એ જણાવ્યુ હતુ કે આજના બાળક વિદ્યાર્થીઓ એટલે આવતી કાલનો નાગરિક કાયદા કાનૂન થી માહિતગાર બને તે હેતુ ખરા અર્થ માં સાર્થક થયો હતો.

- text