ટંકારાના ગજડી ગામનો પાણી પ્રશ્ન ન ઉકેલાય તો મતદાનનો બહિષ્કાર

- text


ડેમી-૩ યોજનાના કારણે ગામની ૪૦૦૦ વિઘા જમીન માં ખેતીકામ કરવાનો માર્ગ બંધ થતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ

ટંકારા:ડેમી-૩ સિંચાઈ યોજનાના કાંઠે આવેલા ટંકારા તાલુકાના ગજડી ગામને ઉનાળો તો ઠીક ભર ચોમાસએ પીવાના પાણી ન મળવાની સાથે-સાથે ડેમી-૩ યોજનને કારણે ૪૦૦૦ વિઘા જમીનમાં ખેતીકામ માટે જવાનો માર્ગ બંધ થઈ જતા ગ્રામજનો દ્વારા આ સમસ્યા તાકીદે ન ઉકેલાય તો મતદાનનો બહિષ્કાર કરવા ચીમકી આપી આવેદનપત્ર પાઠવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાનું ગજડી ગામ વિચિત્ર પાણી સમસ્યા વેઠી રહ્યું છે,ગજડી ગામ માટે વર્ષ ૨૦૧૦-૨૦૧૧ માં વાસ્મો યોજના અંતર્ગત કામ મંજુર થવા છતાં અને ગ્રામજનોએ લોકફાળો આપવા છતાં આ કામ શરૂ થયું નથી પરિણામે લોકોને ઉનાળો તો ઠીક શિયાળો અને અત્યારે બહાર ચોમાસે પાણીની પીડા વેઠવી પડે છે.
બીજી તરફ ઉનાળામા તો ગ્રામજનોને ટેન્કર મારફતે પાણી મળતું હતું પરંતુ સારા વરસાદ થતાં હવે ટેન્કર દ્વારા મળતું પાણી પણ બંધ થઈ ગયું છે.

- text

દરમિયાન પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોની બીજી મોટી સમસ્યા એ છે કે ડેમી-૩ યોજના બનતા ડેમના સામ કાંઠે ૪૦૦૦ વિઘા જેટલી જમીનમાં આવન જાવનનો માર્ગ બંધ થઈ ગયો છે પરિણામે લોકોની આજીવિકા છીનવાઈ ગયાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગજડીમાં પીવાના પાણી ની વિકરાળ સમસ્યા પારખી ગયેલા સરકારી બાબુઓ અને રાજકારણીઓ નર્મદારથને પણ ગજડી તરફ લઈ ગયા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ગજડી ગામની સમસ્યાઓને લઈ ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરુષો અને મહિલાઓએ ગુસ્સો ઠાલવી તાકીદે ધુનડા જૂથ યોજનમાંથી પાણી આપવાની સાથે ડેમના બીજા કાંઠે જવા માર્ગ બનાવવા મંગની ઉઠાવી હતી જો તાકીદે બન્ને સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિ આવેતો આગામી વિધાનસભા ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

- text