ઢુંવા : મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

- text


રૂપિયા ૧,૦૨,૩૦૩ના ૧૦ મિબાઇલ ફોન સાથે બે આરોપીઓ ઝડપાયા

મોરબી:વાંકાનેરના ઢુંવામાં મોબાઇલની દુકાનના શટર તોડી થયેલી રૂપિયા ૧૦૨૩૦૩ની મોબાઇલ ચોરીની ઘટનામાં મોરબી એલસીબીએ બે આરોપીઓને ચોરાયેલ મોબાઈલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ ઢુંવા-માટેલ રોડ ઉપર રાધે હોટલ નીચે આવેલ જેનિલ મોબાઈલ નામની દુકાનના શટર ઉચકાવી તસ્કરો રૂપિયા ૧૦૨૩૦૩ ની કિંમતના જુદા-જુદા ૧૦ નંગ ફોન ચોરી કરી જતા આ મામલે મોરબી સીરામીક સિટીમાં રહેતા દુકાન મલિક કલ્પેશ હસમુખભાઈ પ્રજાપતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મોરબી એલસીબીએ ચોક્કસ બાતમીને આધારે મકનસર બંધુનગરમાં રહેતા ભરત રમણિક વીંધાણી અને મૂળ મધ્યપ્રદેશ અને હાલ ઢુંવા રહેતા નરેશ ભરત માવી નામના શખ્સોને જુદી-જુદી કંપનીના મોબાઇલ સાથે ઝડપી લઈ ૧૦૨૩૦૩નો મુદામાલ જપ્ત કર્યો છે.

 

- text