મનસુખ માંડવીયા મોરબીમાં : કાલે ટંકારામાં સંકલન બેઠક

- text


મોરબી : ભાજપ અગ્રણી મનસુખભાઇ માંડવીયા આજે મોરબીના મહેમાન બન્યા છે અને આવતીકાલે તેઓ ટંકારા ખાતે આગામી વિધાનસભા ચૂંટણી અંગે સંકલન બેઠક યોજાશે જેમાં મોરબીના ટોચના ભાજપ અગ્રણીઓ હાજર રહેશે.

- text

જાણવા મળ્યા મુજબ આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મોરબી જિલ્લાની બેઠકોની સ્થિતિ અને ચૂંટણી જીતવા માટેની સ્ટેટેજી અંગે ચર્ચા વિચારણા માટે ભાજપના ટોચના નેતા મનસુખભાઇ મંડવીયા આવતીકાલે ટંકારા ખાતે મહત્વની સંકલન બેઠક યોજશે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લાના મહામંત્રીઓ, સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લાની બેઠકોના સીટીંગ ધારાસભ્ય હાજર રહેશે અને સંકલનની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરશે.
દરમિયાન ભાજપ અગ્રણી મનસુખભાઇ મંડવીયા આજે મોડી સાંજે મોરબી પહોંચી ગયા હતા અને ભાજપ અગ્રણીના નિવાસે ભોજન લીધું હોવાનું જાણવા મળ્યું છે.

 

- text