મોરબીમાં બિલ્ડર પરના હુમલા કેસમાં ધારાસભ્યના ભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ

- text


પોલીસે ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જામીન મુક્ત કર્યા

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં બિલ્ડરની ઓફિસમાં એક મહિના પહેલા જમીનના દસ્તાવેજ પ્રશ્ને ધારાસભ્યના ભાઈ સહિતના ત્રણ શખ્સોએ મારા-મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતી પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ મામલે બિલ્ડરની ફરિયાદના આધારે એ- ડિવિઝન પોલિસે ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જામીન મુક્ત કર્યા હતા.

- text

મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા બિલ્ડર દુર્લભજીભાઈ લાલજીભાઈ રંગપરિયાએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભાઈ ભરતભાઈ શિવાલાલ અમૃતિયા તથા ભગવાનજીભાઈ કરશનભાઇ કૈલા અને જય ભગવાનજીભાઈ કૈલા સામે જમીનનો દસ્તાવેજ બનવી આપવા મામલે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એ ડીવીઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ૬ ઓગષ્ટના રોજ શનાળા રોડ પર સુપર માર્કેટમાં બિલ્ડર રંગોરીયાની આવેલ ઓફિસમાં બનેલ આ બનાવમાં ભરત શિવલાલ અમૃતિયા, ભગવાનજી કરશનભાઇ કૈલા અને જય ભગવાનજીભાઈ કૈલાએ જમીનનો દસ્તાવેજ કરી આપવા મામલે બિલ્ડર સાથે બોલાચાલી કરી લાકડી વડે તથા ઢીકા પાટુનો માર મારી,બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે બિલ્ડરની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલિસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીએસઆઇ એ.બી.જાડેજા ચલાવી રહ્યા છે. તપાસનીશ અધિકારી જાડેજાના જણાવ્યા મુજબ આ ગુન્હાના કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી ત્રણેયને જમીન મુક્ત કરવામાં આવ્યા છે.

- text