મને અડશો નહિ ! મારે મારી જવું છે… મોરબી૧૮૧ અભયમે મહિલાની જિંદગી બચાવી

- text


લજાઈ નજીક મહિલાએ માનસિક સંતુલન ગુમાવી રોડ પર સુઈ ગયા

મોરબી:મોરબી ૧૮૧ અભયમની ટીમે ગઈકાલે માનસિક સંતુલન ખોઈ બેસેલ બહેનની જિંદગી બચાવી તેમના પુત્રને સોંપી હવે પછીથી માતાનો ખ્યાલ રાખવા સમજ આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે પર એક મહિલા રોડ પર સુતા હોવાનું અને કઈ બોલતા ન હોવાનો કોલ ૧૮૧ ને આવતા ડ્રાંઇવર રાજેશભાઇ ભંખોડીયા અને કાઉન્સિલર જાગૃતિબેન મકવાણાની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી જતા ઉપરોક્ત મહિલા લજાઈ બસસ્ટેન્ડ પાસે મળી આવ્યા હતા તેમની પાસે જતા તેઓ મને અડશો નહિ…મને મરી જવા દો…બસ એક જ વાતનું રટણ કરતા હતા.
બાદમાં અભયમ ટીમે બહુ કોશિશ ના અંતે તેમને વિશ્વાસમાં લઈ કાઉન્સિલિંગ કરતા માનસિક બીમાર જણાય હતા,૧૮૧ ટીમ દ્વારા આ બહેનને હૂંફ આપી વિશ્વાસ કેળવતા ધીમે-ધીમે સાચી વાત જણાવી હતી.વધુમાં આ મહિલાના પુત્ર રાજપર ગામે ખેતીકામ કરતા હોવાનું જણાવતા ટીમ અભયમે મહિલાએ આપેલા સરનામાં પરથી તેમના પુત્રનો પતો મેળવી માતા સાથે મિલન કરાવ્યું હતું સાથો સાથ તેમના પુત્રને માતાની કાળજી રાખી સાર સંભાળ રાખવા સૂચના આપી એક મહિલાની જીંદગી બચાવી હતી.

- text

- text