હળવદમાં આડેધડ રસ્તા ખોદી નખાતાં રાજયમંત્રીને રજૂઆત

- text


કાઉન્સિલર દવે દ્વારા રાજ્યમંત્રી કવાડીયાને રજૂઆત

હળવદ : હળવદમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા રસ્તાના નવીનિકરણના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ડાયવર્જન કાઢ્યા વગર આડેધડ ખોદકામ કરી નાખી પાણી અને ગટરની લાઈનો તોડી નાખતા આ મામલે નગરપાલિકાના કાઉન્સિલર દવે દ્વારા રાજયમંત્રી કવાડિયાને રજુઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં સરા નાકાથી લઈ સર્કિટ હાઉસ સુધી અને પરશુરામ મંદિરથી વૈજનાથ ચોકડી સુધીનો માર્ગ હાલ આરએન્ડબીના કોન્ટ્રાકટર દ્વારા બનવવામાં આવી રહ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવા છતાં બેરીકેટ,દિશાસુચક બોર્ડ રાખ્યા વગર મુખ્ય માર્ગને આડેધડ ખોદી નાખેલ છે. પરિણામે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડવાની સાથે સાથે નગરપાલિકાની પાણી-ગટરની લાઈનો તોડી નાખવામાં આવી છે.
આ સંજોગોમાં કામ તાકીદે પૂર્ણ થાય અને આરએન્ડબીના અધિકારીઓના સુપર વિઝનમાં સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી રજુઆત હળવદ નગરપાલિકાના કાઉન્સિલર તપન કુમાર દવે દ્વારા રાજયમંત્રી જયંતીભાઈ કવાડિયાને કરવામાં આવી છે.

- text