વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના નારાને સાર્થક કરતા હડમતિયાના યુવાનો

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામે “આઝાદ શાખા” ના નવયુવાનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણને જીવંત રાખવા ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

- text

“આઝાદશાખા” ના યુવાનો દ્વારા ૪૦ વૃક્ષો વાવીને દરેક વૃક્ષનું જતન થાય તે હેતુથી “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ-રાજકોટ ” દ્વારા પિંજરા પણ આપવામાં આવ્યા છે. તદ્ઉપરાંત ગામમાં ૨૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. હડમતિયામાં આર.અેસ.અેસ.ની “આઝાદશાખા” ના લવરમુછીયા યુવાનોને વિચાર આવ્યો કે દેશના પર્યાવરણનું જતન કરવું તે આપણી પહેલી પ્રાથમિકતા છે. હડમતિયાના આ નવયુવાનોના ભગીરથ કાર્યથી દેશના દરેક ખૂણે આ પેગામ પહોચે અને દેશની હરિયાળી ક્રાંતિ લાવવામાં સૌ કોઈ સહભાગી બને.

- text