શનાળાના નવા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરવાની સમસ્યા

- text


ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધા બાબતે પાલિકા અને ડીડીઓને રજૂઆત કરાઈ

મોરબી : મોરબી નજીક આવેલા શકત શનાળા ગામના નવા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની અને વરસાદી પાણી ભરવાની ગંભીર સમસ્યા બાબતે આજે ગ્રામજનો દ્વારા પાલિકા તંત્ર અને ડીડીઓને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાની માંગણી કરી હતી.
શનાળાના નવા પ્લોટ વિસ્તારના રહેવાશી રજનીભાઇ શિરવી સહિતના આગેવાનોએ આજે મોરબી નગર પાલિકા અને જિલ્લા પંચાયતમાં ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાવાની ગંભીર સમસ્યા છે. ઘણી વખત ભૂગર્ભ ગટરના પાણી ઘરોમાં ઘુસી જાય છે. તેમજ હાલ ચોમાસાની સીઝન હોવાથી વરસાદી પાણી ભરવાની સમસ્યાએ પણ માઝા મૂકી છે. નવા પ્લોટ વિસ્તારમાં તળાવડા ભરાય તેવી સ્થિતિ છે. તેમાં પણ વરસાદના પાણી સાથે ભૂગર્ભના ગંદા પાણી ભળતા રોગચાળાની ભીતિ સર્જાય છે. ભૂગર્ભ અને વરસાદી પાણી ભરવાની સમસ્યાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શનાળા ગામને પાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને પાલિકા ભળ્યા બાદ શનાળા ગામની સમસ્યા ઉકેલવામાં જવાબદાર તંત્ર આંખમીંચાણા કરી રહ્યું છે. ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.

- text

- text