મોરબી : જૈન અગ્રણીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખનું સમ્માન કરાયું

- text


મોરબી : મોરબી નગરપાલિકા ખાતે જૈન સમાજનાં અગ્રણી શ્રી પરેશભાઈ શાહ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા મોરબી નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી ગીતાબેન કન્ઝારીયા અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ જારીયાનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર જૈન સમાજ વતી શ્રી પરેશભાઈ શાહે નગરપાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવી મોરબીની પ્રજાહિતમાં કાર્ય કરવાની શુભેચ્છા આપી હતી.

- text