મોરબી : નકલી પોલીસે અસલી પોલીસને માર માર્યો

- text


પેટ્રોલિંગમાં રહેલા બે પોલીસ કોસ્ટેબલને સામાન્ય બાબતમાં માર મારી ચાર શખ્સોએ નકલી પોલીસની ઓળખ આપી

મોરબી : એ ડીવીઝન પોલીસમથકના પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ સોલંકી નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટેશન રોડ પર વ્યાયામ શાળા પાસે દીપકસિંહ દશરથસિંહ ઝાલા રહે. મોરબી-૨ ઋષભનગર સહિતના ચાર શખ્સોએ બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમાં બંને ડ્યૂટી પર હાજર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી માર માર્યો હતો. તેમજ દીપકસિંહ દશરથસિંહ ઝાલાએ પોતે એ.સી.બી. માં પોલીસ કોન્સ્ટેબલ હોવાની ખોટી ઓળખ આપી હતી. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિએ આરોપી દીપકસિંહ દશરથસિંહ ઝાલા રહે. મોરબી-૨ ઋષભનગર તેમજ બીજા ત્રણ શખ્શો સામે એ.સી.બી.માં પોલીસ કોન્સ્ટેબલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ના પગલે પોલીસ પર હુમલો કરનારા પૈકી દીપકસિંહ દશરથસિંહ ઝાલાને પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબીમાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. ત્યારે જેની માથે પ્રજાની સલામતીની જવાબદારી છે.તે પોલીસ જ મોરબીમાં સલામત ન હોય તેવી સ્થિતિ આ ઘટના થી તાદર્શ થઇ છે.

- text

- text