મોરબી : પાલિકામાં ભાજપે સત્તા સંભાળતાની સાથે જ પ્રશ્નોનો મારો : ગટર સમસ્યા અંગે ટોળાની રજૂઆત

- text


વિજય મુહર્તમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ચાર્જ સંભાળે એ દરમિયાન ફૂલછાબ કોલોનીની ૨૦થી વધુ મહિલાઓનું ટોળું રજૂઆત માટે પાલિકાએ પોહ્ચ્યું 

મોરબી : નગરપાલિકામાં ૩૫ સભ્યોના ટેકાથી ચૂંટાય આવેલા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખે આજે પાલિકામાં મારુતિ હવનનું ધાર્મિક કાર્ય સંપન્ન કરી વિજય મુહર્તમાં ચાર્જ સંભાળે એ દરમિયાન ફૂલછાબ કોલોનીની ૨૦થી વધુ મહિલાઓનું ટોળું રજૂઆત માટે પાલિકાએ આવી પહોંચ્યું હતું.

- text

શહેરની ફૂલછાબ કોલોનીમાં ગટર ઉભરાવવાની સમસ્યા ઘણા સમયથી છે. જે અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાનો નિકાલ થતો નથી. ગટર ઉભરાવવાને કારણે ૪૦ જેટલા ઘરોમાં ગટરનું પાણી ઘુસી ગયું છે. રમજાનનાં પવિત્ર માસમાં અને ચોમાસાનાં આગમને ગટર ઉભરાતા ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને ફૂલછાબ કોલોનીની મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયું હતું. જો કે, પાલિકામાં મારુતિ હવનનું ધાર્મિક કાર્ય ચાલતું હોય આ મહિલાઓની બારોબારથી જ રજૂઆત સાંભળી તેમની સમસ્યા ઉકેલવાની ખાતરી આપી રવાના કરી દેવામાં આવી હતી.

- text