મોરબી લાયન્સ ક્લબ દ્વારા જન્મથી મૂક બધિર બાળકોને બોલતા કરવા અમદાવાદ ખાતે નિ:શુલ્ક કેમ્પ

- text


લાયન્સ ક્લબ દ્વારા રૂપિયા 10 લાખના ખર્ચે થનાર કોકલીયર ઈમપ્લાન્ટ સર્જરી વિનામુલ્યે કરાવી અપાશે

મોરબી : સ્વરસુધા હોસ્પીટલ અમદાવાદ તથા લાયન્સ કલબઝ ઈન્ટરનેશનલ મોરબી દ્વારા આ માટે તા.11ના રોજ અમદાવાદ ખાતે કોક્લીયર ઈમ્પલાન્ટ સર્જરી વિષે માહીતી સભર કેમ્પ નું આયોજન કરાયું છે. સામાન્ય રીતે મૂક બધિર બાળકને બોલતું કરવા માટેના ઓપરેશન નો ખર્ચ 10 લાખ જેટલો થાય છે પણ લાયન્સ ક્લબ મોરબી દ્વારા આવા બાળકોને તદ્દન નિ: શુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવે છે
વધુમાં આ અંગે માહિતી આપતા લાયન્સ ક્લબ ના ચંદુભાઈ દફ્તરી એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ દ્વારા 400 થી વધુ ઓપરેશન કરાવી આપવામાં આવ્યા છે.
વધુમાં મુક અને બધીર બાળક ને સાંભળતુ તથા બોલતુ કરવાનો એક માત્ર સફળ ઉપાય એટલે કોક્લીયર ઈમ્પલાન્ટ સર્જરી
● ક્યુ ઈમ્પલાન્ટ સારૂ ?
● ક્યુ સ્પીચ પ્રોસેસર સારૂ ?
● ઓપરેશન ક્યા કરાવવુ ? ● સ્પીચ થેરાપી ક્યા લેવાય ?
● ઓપરેશન થી ફાયદા શુ ?
● ઓપરેશન ના જોખમ શું ?
આ તમામ સવાલો ના જવાબ મેળવવા માટે એક કાર્યક્રમ નુ આયોજન સ્વરસુધા માઇક્રોસજઁરી હોસ્પીટલ – અમદાવાદ તથા લાયન્સ કલબ ઈન્ટરનેશનલ – મોરબી દવારા એક કેમ્પ નુ આયોજન કરેલ છે. આગામી તારીખ 11 ને સોમવારે સવારે AMA હોલ – અટીરા, IIM સામે પાંજરાપોળ , અંધજન મંડળ રોડ,અમદાવાદ ખાતે આયોજન કરાયું છે. આ કાર્યક્રમ માં આવવા માટે આપે આમંત્રણ પત્રીકા મેળવવી જરૂરી છે, માત્ર આમંત્રીતોને જ પ્રવેશ અપાશે.તેમજ ૬-૭ વર્ષ થી મોટી ઉમર ના બાળકો માટે આ કાર્યક્રમ નથી,૭ વર્ષ થી નાની ઉમર ના બાળકો ના વાલી એ જ આવવુ.
આ કેમ્પ નો લાભ લેવા તેમજ વધુ વિગત માટે ચંદ્રકાન્ત દફ્તરી 98252 23199,
કવિતા મેડમ 98989 87884,મુનીરા મેડમ 93747 03769 સંપર્ક સાધવો.

- text

- text