મોરબી : સીટી બસ ચાલકે બાઈકને હડફેટે લેતા ગરમાગરમી

- text


શક્તિચોકનાં વણાંક પર બનાવને પગલે રોષે ભરાયેલા લોકો અને ટ્રાફિક દૂર કરવા પોલીસ દોડી ગઈ

આજ રોજ મોરબીનાં શક્તિ ચોકનાં વણાંક પર પાલિકાની સીટી બસનાં ચાલકે બાઈકને હડફેટે લેતા મામલો ગરમાયો હતો. જો કે એક તબ્બકે ટોળાના રોષને કારણે અનઈચ્છનીય ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યાં જ પોલીસે રોષે ભરાયેલા ટોળાને વિખેરીને ટ્રાફિકને સામાન્ય કરી સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં લઈ લીધી હતી.

- text

મોરબી પાલિકાની સીબી બસનો ડ્રાઈવર આજે સામા કાંઠેથી બસમાં ગેસ પુરાવીને મોરબી શહેર તરફ આવી રહ્યો હતો ત્યારે ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોકનાં વણાંક પર સીટી બસનાં ચાલકે બાઈકને હડફેટે લીધું હતું. જેમાં બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. આ દરમિયાન લોકોનાં ટોળા ભેગા થઈ ગયા હતા અને સીટી બસ ચાલકને પાઠ ભણાવવા માટે ધુવાપુવા થઈ ગયા હતા. આથી સીટી બસ ચાલક બસ મૂકી ફરાર થઈ જતા રોષે ભરાયેલુ ટોળું બસમાં તોડફોડ કરવાની કોશિશ કરે ત્યાં જ ખરા સમયે પોલીસે હાજર થઈ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
આ સમયે ટોળાએ બસ ચાલકને હાજર કરવા માંગણી કરી હતી ઉપરાંત બસ ચાલક નશામાં ધૂત હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે આ ટોળાને વિખેરી નાખ્યો હતો. આ ઘટનાથી પોણી કલાક ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી જે ટ્રાફિક પોલીસે ક્લીયર કરાવ્યો હતો આ ઘટનાનાં પગલે પોલીસે જણાવ્યું હતું કે બસ ચાલક પોલીસમાં હાજર થયો છે. અને તે પીધેલો ન હતો લોકો ના માર ની બીકે ત્યાં થી ભાગી ગયો હતો રહી છે.

- text