આંન્નદો !! મોરબીના ગામડાંઓનો પાણી પુરવઠો નહિ કપાય

- text


ભરઉનાળે ગ્રામ્યપ્રજાને મુશ્કેલી ના પડે તે માટે માનવીય અભિગમ અપનાવાયો : કે.પી.સિંધ
મોરબી
મોરબી જિલ્લાના 302 ગામો અને હળવદ તથા માળીયા મિયાણા નગરપાલિકા દ્વારા પાણી વેરા ના નાણાં ભરપાઈ ના કરવામાં આવતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી પુરવઠો બંધ કરવા નિર્ણય લેવાયો હતો પરંતુ ઉનાળાની પરિસ્થિતિ જોતા હાલતૂર્ત આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું બોર્ડ ના કાર્યપાલક ઈજનેર કે.પી.સિંધે જણાવ્યું હતુ
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા સમય થી મોરબી જિલ્લાના ૩૦૨ ગામોની ગ્રામ પંચાયત અને હળવદ તથા માળીયા(મી) નગર પાલિકા દ્વારા વાર્ષિક પાણીબિલ ન ચુકવવામાં આવતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા બાકી રકમ સાત દિવસમાં ભરી આપવાની મુદત આપી હતી. આ મુદત પૂરી થઈ જવા છતાં ગ્રામપંચાયતો અને નગરપાલિકાએ બાકી નાણાં ભરપાઈ ના કરતા બોર્ડે પાણીપુરવઠો બંધ કરવા નક્કી કર્યું હતું.
દરમિયાન ગઈકાલે આમામલે મહત્વપૂર્ણ મીટીંગ મળી હતી જેમાં પાણી પુરવઠામંત્રી એ હાલના ઉનાળાના સંજોગો ને ધ્યાને લઇ પાણી પુરવઠો ચાલુ રાખવા જણાવ્યું હતું અને હવે ચોમાસા બાદ વાસુલતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું કાર્યપાલક ઈજનેર શ્રી કે.પી.સિંઘે જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના ૩૦૨ ગામોનો રૂ. 34.63 કરોડ અને હળવદ શહેરનો રૂ.૩.૫૪ કરોડ તથા માળીયા(મી)નો રૂ.૨.૬૦ કરોડનો વર્ષોથી વેરો બાકી છે.
જોકે હાલતુર્ત તો પાણી પુરવઠા બોર્ડ અને પાણી પુરવઠા મંત્રીના માનવીય અભિગમને કારણે મોરબીની ગ્રામ્ય જનતા પર તોળાતું જળ સંકટ દૂર થયું છે પરંતુ જો પંચાયતો અને પાલિકા બાકી નાણાં નહિ ભરે તો ફરી થી મુશ્કેલી ઉભી થશે.

- text

- text