મોરબીમાં મનો વિકલાંગ યુવાને પ્રભુ ભક્તિને બનાવ્યો જીવન મંત્ર

- text


નાનપણથી રામદેવપીરના મંદિરમાં પૂજારી તરીકેની તમામ કામગીરી કરીને પ્રભુ ભક્તિમાં લીન રહે છે.

- text

કુદરતની ઉણપનો શિકાર બનેલા મનોવિકલાંગો પોતાનો વિકાસ તો રહ્યો દૂર રહ્યો પણ જાતની સારસંભાર પણ લઇ શકતા નથી. ત્યારે મોરબીમાં મનોવિકલાંગ યુવાને પોતે પણ સામાન્ય વ્યક્તિની જેમ સમર્થ હોવાનું પુરવાર કરીને પ્રભુ ભક્તિને પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. આ યુવાન રામદેવપીરના મંદિરમાં પૂજારી તરીકેની નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. નાનપણ માંજ જયારે તે મંદિરમાં બેસતો મંદિરની કામગીરીની કશીજ ગતાગમ પડતી ન હતી. ઘણા વર્ષો સુધી પ્રભુ ભક્તિ કર્યા બાદ આજે મંદિરની કામગીરીની સાથે દુનિયાદારીની પણ આછી પાતળી ખબર પાડવા લાગી છે.
મોરબીના કાલિકા પ્લોટમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા ચૌહાણ હિતેશ વાલજીભાઇ નામનો 25 વર્ષીય યુવાન જન્મથી જ મનોવિકલાંગ છે. તેના પિતા કલર કામ કરે કરીને પરિવારનું જતન કરે છે 3 ભાઈ બેન માં આ યુવાન સૌથી મોટો છે. તેને નાનપણ થી જ તે રામદેવપીરના મંદિરે બેસતો હતો.
તે સમયે તે દસ વર્ષનો હતો. મનો વિકલાંગતાને કારણે તેને દુનિયાદારીની કે મંદિર વિશેની કશીજ સમજણ પડતી ન હોતી। તે વખતે મંદિરની અસુવિધાને કારણે મંદિરના પૂજારી નીકળી ગયા હતા. ત્યારે મનોવિકલાંગ યુવાને તે સમયે નિયમિત મંદિરે બેસતો હોવાથી ધીરે ધીરે તેનામાં મંદિરની પૂજાપાઠ સહિતની ધાર્મિક પ્રવૃત્તિની સમાજ આવતી ગઈ હતી. અને ત્યાર પછી થી તેણે જાતે જ મંદિરના પૂજારી તરીકેનું કામ સંભારી લીધું હતું। છેલ્લા પંદર વર્ષ થી આ યુવાન મંદિરની નિયમિત સેવા પૂજા કરે છે.તે વહેલો સવારે 6 વાગ્યે ઉઠી જઈને મંદિર ખોલીને મંદિરની સાફ સફાઈ કરીને , રામદેવ પીરની પૂજા કરે છે. ત્યાં દર્શનાર્થે આવતા ભક્તોને શ્રીફળ વધેરી આપે છે. અને બપોરે દોઢ વાગ્યે મંદિર બંધ કરીને સાંજે મંદિર ખોલે છે. બહારથી કોઈ પણ દર્શનાર્થી આવેતો તે ઘરે હોયકે રાત્રે બે વાગ્યે ભર નિંદ્રામાં હોય તો પણ ઉદ્ધત જવાબ આપ્યા વગર ઉઠીને મંદિર ખોલીને દર્શન કરાવે છે. છેલ્લા પંદર વર્ષથી તેની મંદિરમાં આ સેવા પ્રવૃત્તિ નિત્યક્રમ બની ગઈ છે. જોકે શરૂઆતમાં તેને પૈસામાં ખબર પડતી ન હતી. હવે તે કોઈ દર્શનાર્થી પૈસા આપે તો દાન પેટીમાં નાખી દે છે. દુનિયા દરીની પણ ખબર પડવા લાગી છે. ઘરની વસ્તુ પણ લઇ આવે છે. ત્યરે યુવાનની આ સેવા પ્રવૃત્તિથી તેના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

- text