ટંકારા : બાહોશ પોલીસ ઓફિસર કે.ટી. કામરીયા સાહેબનો આજે જન્મદિવસ

- text


ટંકારા : હડમતિયા (પાલણપીર) ગામના વતની અને ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક ડી.વાય.એસ.પી. અને મદદનિશ નિયામક શ્રી કે.ટી. કામરીયા સાહેબનો આજ રોજ જન્મદિવસ છે. કે.ટી. કામરીયા સાહેબનો જન્મ હડમતિયા ગામનાં ખેડૂતપુત્રને ત્યાં તા. ૩૧ મેં ૧૯૬૭ના રોજ થયો હતો.

- text

શ્રી કે.ટી. કામરીયા સાહેબની જીવન સફર જોઈએ તો તેમણે પી.એસ.આઈથી ડી.વાય.એસ.પી બનેવા અનેક કપરા ચઢાણનો સામનો કરીને પણ ચમ્મરબંધીઓને જેલ હવાલે કર્યા છે. કામરીયા સાહેબ ACB માં ફરજ દરમિયાન સોનગઢ, શામળાજી, સામખીયાળી જેવી અનેક કોમર્શિયલ ચેકપોસ્ટ પર સફળ કામગીરી બજાવીને ભ્રષ્ટાચારીઓને બેનકાબ કર્યા છે. તેમજ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે ચંદ્રક પણ મેળવી ચુક્યા છે. હાલ કામરીયા સાહેબ ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક મદદનિશ નિયામક ડી.વાય.એસ.પી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમના “વન પ્રવેશ”થી તેમના ખુશમિજાજ સ્વભાવના કારણે બહોળું મિત્ર સર્કલ, શુભચિંતકો, સગા-સ્નેહીજનો, પરિવારજનો તેમજ પોલિસ સ્ટાફ દ્વારા કામરીયા સાહેબની ગાંધીનગર સ્થિત ઓફિસ પર તેમના મોબાઈલ નંબર પર જન્મદિવસની શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. કે.ટી. કામરીયા સાહેબ આવા જ ઊચાઈના શિખરો સર કરતા રહે તેવી શુભેચ્છાઓ મોરબી અપડેટ તરફથી પણ આપવામાં આવે છે. આ જન્મદિવસની માહિતી કે.ટી. કામરીયા સાહેબેના અગંત ગણાતા મિત્ર રમેશ ઠાકોરને આપી હતી.

- text