ટંકારા તાલુકાની 42 ગ્રામ પંચાયતોની ચુંટણી માટે જાહેરનામું પ્રસિધ્ધ

- text


ટંકારા : ટંકારા તાલુકાની 42 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે જાહેરનાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે જબુલપર, ગજડી, લજાઈ અને નવ નિર્માણ પામેલા ગામ આર્યનગરની ચુંટણી બાદમાં યોજવામાં આવનાર છે. પહેલા દિવસે બંગાવડી ગામના વર્તમાન સરપંચ દૈત્રોજા એ પહેલું ફોમ ભરી ચુનાવ લડવાના શ્રી ગણેશ કર્યા છે. તાલુકાના દશેક ગામડામાં સમરસ સરપંચ અને સભ્યો નિમાય એવી શક્યતા છે.

ટંકારા તાલુકા પંચાયત ખાતે હડમતીયા, સજનપર, વિરપર, અમરાપર, ટોળ, ટંકારા, રાજાવડ, લખધીરગઢ, નેકનામ, હમીરપર, સખપર, રોહીશાળા, જોધપર ઝાલા, વીરવાવ, ધ્રોલિયા, ગણેશપર, વાછકપર, છતર, હરબટીયાળી, હરીપર, ભુતકોટડા, જીવાપર, મિતાણા, નાના ખીજડીયા, મોટા ખિજડીયા, ધુનડા, ખાનપર, નેસડા ખાનપર અને નસીતપર ગામના ઉમેદવારો એ તાલુકા પંચાયત કચેરી ખાતે જવાનુ રહેશે.

- text

જ્યારે મહેન્દ્રપુર, નાના રામપર, વાધગઢ, મેધપરઝાલા, ઉમિયાનગર, બંગાવડી, દેવળીયા, ઓટાળા, ખાખરા, નેસડા સુરજી, સરાયા, હીરાપર, સાવડી અને કલ્યાણપર ગામના ઉમેદવારોને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી કરવાની રહેશે.

- text