હળવદના માનગઢ ગામે અંગત અદાવતમાં પિતા-પુત્રી પર હુમલો

- text


બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના માનગઢ ગામે અંગત માથાકૂટનો ખાર રાખી પિતા-પુત્રી પર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ છે.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કુકાભાઇ લખમણભાઇ વાંકડ ઉ.વ.૫૫ રહે માનગઢ, હળવદ વાળાએ કીશનભાઇ રણજીતભાઇ, રણજીતભાઇ રામજીભાઇ કોળી બન્ને રહે માનગઢ, હળવદ વાળા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા- ૧૩ ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામા માનગઢ ગામે નીશાળ વાળી શેરીમાં બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપીઓને પોતાના કુટુંબી ભાઇને બોલાચાલી થયેલ હોય જે બાબતે આરોપીઓને કહેવા જતા ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકાવતી માથામા તથા ડાબાપગના સાથળમા માર મારી તથા ફરીયાદીની દીકરીને ડાબા હાથે ધોકો મારી ફેક્ચર કરીને ઇજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text