ગાંધીનગરમાં યોજાયેલા માટી કલા પ્રદર્શનમા ટંકારાના કારીગરોએ કૌશલ્ય દર્શાવ્યું

- text


ટંકારા : ગાંધીનગર ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલીજી સંસ્થાન દ્વારા માટીકારો માટે માટી કલાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રદશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું. જેમાં માટી કામ કરતા કારીગરો દ્વારા બનાવેલ અલગ-અલગ 230 જેટલા ઘર વપરાશના વાસણોનું પ્રદશન કરવામાં આવેલ હતું.

- text

આ કાર્યક્રમ માટે ટંકારાના રહેવાસી દયાલજીભાઈ દ્વારા મોરબીના છેવાડાના ગામમાં વસતા આશરે 70-80 જેટલા કારીગરોની ટીમ બનાવી આશરે છેલ્લા એક મહિનાથી ટીમ બનાવીને રાત-દિવસ મહેનત કરી સુંદર કલાત્મક માટીના પાત્રો તૈયાર કર્યા હતા. આ ઉપરાંત, વાંકાનેરથી પંકજભાઈ ધરોડીયાએ પણ માટીકારોની ટીમ બનાવી માટી કલા પ્રદર્શનમા ઉત્કૃષ્ટ માટી કલાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.

- text