હળવદ કોંગ્રેસના તાલુકા પંચાયતના ૫ અને પાલીકાના ૩ સભ્યો ભાજપમાં જવાની તૈયારીમાં ?

 

કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ કેસરીયો ધારણ કરી ભાજપમાં જાડાવાની ચર્ચા : તમામ ગોઠવણ થઈ ગઈ

હળવદ : તાજેતરમાં જ હળવદ તળાવ કૌભાંડમાં લાંબો સમય જેલવાસ ભોગવી આવેલ કોંગી ધારાસભ્ય એકાએક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ ધરી દઈ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા પરસોતમ સાબરીયાને હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ વધુ એક કોંગ્રેસને ઝટકો લાગવાના એંધાણ સૂત્રો પાસેથી સાંપડી રહ્યા છે. જેમાં તાલુકા પંચાયતના પાંચ અને નગરપાલીકા ત્રણ સદસ્યો ભાજપમાં કુદકો મારવાની પેરવીમાં હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હળવદ – ધ્રાંગધ્રાના કોંગી ધારાસભ્ય પદેથી રાજીનામું દઈ પરસોતમ સાબરીયા ભાજપમાં જાડાઈ કેસરીયા કર્યા હતા. ત્યારે પેટા ચૂંટણીમાં પરસોતમભાઈને ભાજપે ઉમેદવાર જાહેર કરતા ભાજપમાં કયાંકને કયાંક આંતરીક જુથવાદ સપાટી પર આવ્યું હોવાનું વાત જગજાહેર છે ત્યારે આ તમામ અટકળો વચ્ચે હળવદ તાલુકા પંચાયતના પાંચ અને પાલીકાના ત્રણ સદસ્યો કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ જાડાશે તેવું અત્યંત આધારભૂત સૂત્રો જાણવા મળી રહ્યું છે. જયારે બીજી તરફ લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હળવદ પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. ઉપરાંત ટૂંક સમયમાં હળવદ તાલુકા પંચાયતના પાંચ કોંગી સભ્યો સહિત નગરપાલીકાના ત્રણ સદસ્યો ભાજપમાં જાડાવાના એંધાણના પગલે હળવદ કોંગ્રેસમાં ભંગાણ પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આવનારી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જાર લગાવવા મથી રહ્યા છે.