મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદો માટે રૂ. 34.65 લાખનો ફાળો એકત્ર કરાયો

ખાનગી શાળાઓએ શહીદોના પરિવારોને સન્માનભેર મદદરૂપ થવા ઉદારહાથે અનુદાન આપ્યું

મોરબી : જમ્મુ કાશ્મીરમાં સી.આર. પી.એફ.ના જવાનોના કાફલા પર થયેલા આંતકી હુમલાને પગલે શહીદોના પરિવારોને મદદરૂપ થવા સર્વત્ર અનુદાનની અવિરત સરવાની વહી રહી છે.ત્યારે મોરબી જિલ્લાની ખાનગી શાળાઓએ શહીદોના પરિવારોને મદદરૂપ થવા છુટ્ટાહાથે આનુદાનની સરવાની વહાવી હતી આથી મોરબી જિલ્લા સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદોના પરિવાર માટે રૂ. 34.65 લાખનો માતબર રકમનો ફાળો એકઠો કરાયો છે.

કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં ભારતમાતાના 44 જેટલા વીર સપૂતોએ શહીદી વહોરી હતી .સમગ્ર દેશની સુરક્ષા માટે પ્રાણની આહુતિ આપના આ વીર જવાનોની વીરગતિથી સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે અને ભારે શોક સાથે શહીદોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી અપર્ણ કરીને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે આનુદાનની સરવાણી વહી રહી છે.ત્યારે સંવેદનશીલ મોરબી વાસીઓમાં શહીદોના પરિવારોને મદદરૂપ થવા સર્વેદનના પુર ઉમટ્યા છે.ત્યારે બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી શાળાઓ શહીદોની વ્હારે આવીને અનુદાન સરવાની વહાવી હતી.મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પ્રેરણાદાયી પહેલા તમમાં ખાનગી શાળાઓએ વધાવી લઈને વિધાર્થીઓ તેમજ શિક્ષકો અને શાળા સંચાલકો સહીતનાએ શહીદોના પરિવારોને મદદરુપ થવા માટે ઉદારહાથે ફાળો નોંધાવ્યો હતો તેથી મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદોના પરિવારો માટે રૂ.34.65 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે તે બદલ આ સંસ્થાના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ શહીદો માટે અનુદાન આપનાર તમામ શાળાઓનો દિલથી આભાર માન્યો છે.

શહીદોના પરિવાર માટે અનુદાન આપનાર શાળાઓની યાદી નીચે મુજબ છે.

1. નવયુગ ગ્રૂપ ઓફ અજ્યું। મોરબી 351000
1. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ 351000
2. નિર્મલ વિદ્યાલય મોરબી 250000
2. નાલંદા વિદ્યાલય મોરબી 250000
3. એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ હડમતીયા 212121
4. મહર્ષિ ગુરુકુલ હળવદ 151000
5. ઉમાં વિધાસંકુલ મોરબી 111111
5. નીલકંઠ વિદ્યાલય મોરબી 111111
6. નવનિર્માણ વિદ્યાલય મોરબી 101010
7. જ્ઞાનપથ વિદ્યાલય મોરબી 100000
8. આર્ય વિદ્યાલયમ ટંકારા 85000
9. ઓમ વિદ્યાલય ટંકારા 75000
9. તપોવન વિદ્યાલય મોરબી 75000
10. ન્યુ વિઝન સ્કૂલ ટંકારા 70000
11. સર્વોપરી સ્કૂલ નવા સાડુલકા 65000
12. રાંદલ વિદ્યાલય મોરબી 55555
12. સત્યમ વિદ્યાલય મોરબી 55555

12. વિવેકાનંદ સાયન્સ સ્કૂલ, હળવદ 55555
13. મંગલમ સ્કૂલ, હળવદ 51000

13. ભક્તિ સંકુલ આમરણ 51000
13. નવદીપ વિદ્યાલય લાલપર 51000
13. નવસર્જન વિદ્યાલય 51000
13. વલ્લભી વિદ્યાપીઠ 51000
13. આર્યવત સ્કૂલ લક્ષ્મીનગર 51000
13. નવજીવન વિદ્યાલય 51000
13. સદભાવના વિદ્યાલય 51000
14. વિનય વિદ્યામંદિર 50000
14. ક્રિષ્ના સ્કૂલ 50000
15. યુનિક સ્કૂલ 44444
16. યુનિક વિદ્યામંદિર 41001
17. સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ 40000
18. નવજ્યોત વિદ્યાલય 38000
19. સરદાર પટેલ વિદ્યાલય હળવદ 35000
20. સરદાર પટેલ વિદ્યાલય ટંકારા 28400
21. જ્ઞાનદીપ વિદ્યાલય 25000
22. જ્ઞાંજ્યોત વિદ્યાલય 21000
22. મોડર્ન વિદ્યાલય 21000
22. ચિંતન વિદ્યાલય 21000
23. તક્ષશિલા વિદ્યાલય 15000
24. બ્રિલીઅન્ટ સ્કૂલ 11111
25. એચ.ઇ.એસ સ્કૂલ 11051
26. લાઇફ લિંક્સ વિદ્યાલય 11000
27. આંબેડકર પ્રાઈમરી સ્કૂલ 10000
28. રોયલ પ્રાઈમરી સ્કૂલ 9100
29. કુબેર પ્રાથમિક શાળા 9000
30. અમૃતમ વિદ્યાલય 7700
31. રાજશ્રી વિદ્યાલય 6300
32. રંગ માધ્યમિક શાળા 6017
33. જીનીયસ સ્કુલ 3000
34. આદર્શ વિદ્યાલય 2100
35. સહયોગ વિદ્યાલય 1100

કુલ ટોટલ રૂપિયા : 34,65,342