ટંકારાની લાઈફ લિંક્સ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ બનાવ્યા સુંદર ચિત્રો

ટંકારા : ટંકારા ખાતે આવેલી લાઇફ લિંક્સ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ જુદા – જુદા વિષયોને લઈ ચિત્રો દોર્યા હતા.

શાળામાં બાળકોને ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિ સાથે જોડવા લાઈફ લિંક્સ વિદ્યાલય ટંકારા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, આ ચિત્ર સ્પર્ધામાં શાળાના ધો. ૧ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લીધો હતો અને મનગમતા સુંદર ચિત્રો બનાવ્યા હતા.

- text

આ ચિત્રસ્પર્ધામાં બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં દરેક સ્ટાફગણએ સાથે રહીને વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો કરેલ છે. જનરલ સુપરવાઈઝર જજની ભુમિકા જગોદ્રા ઉષાબેન, દેવમુરારી હર્ષાબેન, પરમાર હિનાબેન, ચભાડ઼િયા ફાલ્ગુનીબેને કરી હતી તથા ફાઈનલમાં આચાર્ય ગઢિયા જયદિપભાઈ અને ટ્રસ્ટી બારૈયા હિતેનભાઈએ જજની ભૂમિકા ભજબી હતી અને અંતમા સંસ્થાના પ્રમુખ બારૈયા જયંતિભાઈએ વિધાર્થીઓને તથા સ્ટાફગણને ખૂબ જ અભિનંદન પાઠવેલ હતા.

- text