શકત શનાળા પ્રાથમિક શાળા દ્વારા ૬૯ માં પ્રજાસતાકદિનની આન,બાન અને શાન સાથે ઉજવણી

- text


મોરબી : મોરબીના શક્ત શનળા ખાતે આન, બાન, અને શાન સાથે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ધ્વજવંદન કોમ્પ્યુટર એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલ દીકરી કુમારી કોમલ મનસુખભાઇ શિરવીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.

શનાળા શાળા ખાતે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ દીકરીની સલામ દેશ ને નામનું ઉદ્દઘાટન પ્લોટ શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતી અને કુમળી વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કુમારી રૂપાલી સુરેશભાઈ થરેસા ના વરદ હસ્તે કરવામા આવ્યું.

શાળા પરિવાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાલવીરો અને બાલવિરાંગનાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગોને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ શકત શનાળા પ્લોટ શાળાના મદદનીશ શિક્ષક હર્ષદભાઈ મારવણીયા પ્રેરિત મોરબીની અસ્મિતાને ઉજાગર કરતું ગીત મચ્છુ શિર મોર મોરબી ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થી સાથે રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા.

- text

કાર્યક્રમના અંતમાં દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કન્યા શાળાના મદદનીશ શિક્ષક અશ્વિનભાઈ જી.એરણિયાના માર્ગદર્શન તળે તથા બાલવૈજ્ઞાનિકોના સહકારથી પાણી અને હવાના દબાણથી પ્રક્ષેપિત થતું થતું રોકેટ કૃતિ સી.આર.સી.કક્ષાએ,તાલુકા કક્ષાએ,જિલ્લા કક્ષાએ પસંદીત થઇ રાજ્ય કક્ષાએ પાલનપુર ખાતે ભાગ લેવા બદલ પ્રમાણપત્ર,શિલ્ડ,સાલ અને શૈક્ષણિક કીટ તથા ભુદરભાઈ કરશનભાઇ પાડલીયા તથા મનીષભાઈ રમણિકભાઈ ભલોડિયા તરફથી માર્ગદર્શક શિક્ષક તથા બાલ વૈજ્ઞાનિકોને રૂપિયા પાંચ-પાંચ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ.

કુમાર શાળા,કન્યા શાળા અને પ્લોટ શાળાના તમામ શિક્ષકો એ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા કરેલા પ્રયત્નોની કદર સ્વરૂપે સ્ટેઈજ પર જાહેરમાં ગામ આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવેલ.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘના ઉપ પ્રમુખ શૈલેષભાઇ સાણજા, જિ. પ્રા.શિ.સંઘ-મોરબી ના પ્રમુખ મણિલાલ સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન હર્ષદભાઈ મારવણીયા અને પ્રભુભાઈ રંગપડીયા એ કર્યું હતું.

- text