મોરબીમાં ત્રણ વાહન ચોર ઝડપાયા

- text


સીટી એ ડિવિઝન પોલીસે અગાઉ પોલીસ ચોપડે ચડી ગયેલ એક સહીત અન્ય બે શખ્સને બે બાઈક સાથે દબોચ્યા

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વાહન ચોરીના વધતા બનાવ વચ્ચે ચોરીના બે મોટર સાયકલ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મોરબી શહેરમાં લગાવેલા નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસથી બાતમીદારોના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોરાવ મોટર સાયકલ સાથે અજય ચાડમીયા રહે. હાલ દલવાડી સર્કલ પાસે ઝુંપડામાં, મોરબી, મૂળ રહે પોલારપર, તા. જસદણ, જિ. રાજકોટ અને સનાભાઈ ભુરીયા રહે. હાલ દલવાડી સર્કલ પાસે અમી પેલેસ સામે ઝુંપડામાં, મોરબી મૂળ રહે. ગાંગેડી, તા. ધાનપુર, જિ. દાહોદનામના બે શખ્સોને ઝડપી લઈ મોટર સાયકલના કાગળો માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસતા આ મોટર સાયકલ ચોરીનું હોવાનું બહાર આવતા બન્નેને અટકાયતમાં લીધા હતા.

- text

જ્યારે બીજા બનાવમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ચોરાવ મોટર સાયકલ સાથે આરોપી પ્રકાશ નગવાડીયા, રહે. ચીખલી, તા. માળીયા મિયાણા વાળાને ઝડપી લઈ વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ આરોપી અગાઉ બે બાઈક ચોરી મારામારી અને દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યાનું બહાર આવ્યું છે.

- text