22 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 22 એપ્રિલ, 2024 છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ ચૌદશ, વાર સોમ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1622 – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હોર્મુઝ ટાપુ પર કબજો મેળવી ટાપુ પર પોર્ટુગીઝ નિયંત્રણ સમાપ્ત કર્યું.
1862 – ઇતિહાસપ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસનો ચુકાદો આવ્યો કે જેમાં કરસનદાસ મૂળજીને નિર્દોષ તથા મહારાજા જદુનાથજીને દોષી જાહેર કરાયા.
1864 – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર “In God We Trust” (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.

1930 – યુનાઇટેડ કિંગડમ, જાપાન અને અમેરિકાએ સબમરીન યુદ્ધને નિયંત્રિત કરતી અને જહાજ નિર્માણને મર્યાદિત કરતી લંડન નેવલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
1969 – કલકત્તામાં એક સામૂહિક રેલીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી-લેનિનિસ્ટ)ની રચનાની જાહેરાત કરવામાં આવી.
1970 – પહેલી વાર વર્લ્ડ અર્થ ડે (પૃથ્વી દિવસ)ની ઉજવણી કરવામાં આવી.
1977 – ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ સૌ પ્રથમ જીવંત ટેલિફોન ટ્રાફિક વહન કરવામાં આવ્યો.
1994 – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
1998 – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.

2000 – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતીય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
2002 – પાકિસ્તાનમાં પર્લ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ.
2004 – ઉત્તર કોરિયામાં ભીષણ ટ્રેન અથડામણ, 3000 જાનહાનિ.
2005 – બાંડુંગ (ઇન્ડોનેશિયા)માં 50 વર્ષ પછી બીજી એશિયન-આફ્રિકન કોન્ફરન્સ શરૂ થઈ.
2008 – ભાજપના મહાસચિવ ગોપીનાથ મુંડેએ પોતાનું રાજીનામું પાછું લઈ લીધું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લુડવિગ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
2010 – દિલ્હીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસપી ગર્ગે 1996ના લાજપત નગર માર્કેટ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા છ લોકોમાંથી ત્રણ, મોહમ્મદ નૌશાદ, મોહમ્મદ અલી બટ્ટ અને મિર્ઝા નિશાર હુસૈનને મૃત્યુદંડની સજા સંભળાવી.
2016 – ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1707 – હેન્રી ફિલ્ડિંગ, અંગ્રેજી ભાષાના નવલકથાકાર અને નાટ્યકાર. (અ. ૧૭૫૪)
1724 – ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. (અ. ૧૮૦૪)
1760 – અકબર દ્રિતીય – મુઘલ વંશના 18મો સમ્રાટ.
1840 – જેમ્સ પ્રિન્સેપ – બ્રાહ્મી લિપિના ભાષાશાસ્ત્રી અને અશોકના શિલાલેખો વાંચનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હતા.
1851 – સર ગંગા રામ – એક પ્રખ્યાત એન્જિનિયર, સામાજિક કાર્યકર અને ભારતમાં હરિયાળી ક્રાંતિના નાયક હતા.
1891 – રાધાબાઈ સુબરાયણ – ભારતીય મહિલા રાજકારણી, સમાજ સુધારક અને મહિલા અધિકારો માટે કામગીરી કરતા કાર્યકર્તા.
1894 – અમ્મુ સ્વામીનાથન – ભારતીય બંધારણના ઘડતરમાં યોગદાન આપનાર મહિલાઓ પૈકીના એક હતા.

1914 – બી. આર. ચોપરા – હિન્દી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક.
1916 – કાનન દેવી – ભારતની પ્રખ્યાત અભિનેત્રી, ગાયિકા અને ફિલ્મ નિર્માતા.
1932 – સ્વામી સચ્ચિદાનંદ – જાણીતા આધ્યાત્મિક સંત, સમાજ સુધારક, ફિલસૂફ અને લેખક છે.
1935 – ભામા શ્રીનિવાસન, ભારતીય ગણિતશાસ્ત્રી.
1936 – પી. ચંદ્રશેખર રાવ – આંતરરાષ્ટ્રીય અદાલતમાં સમુદ્રના કાયદાના ન્યાયાધીશ છે.
1946 – ગોપાલકૃષ્ણ ગાંધી – ભારતીય સનદી અધિકારી અને રાજદ્વારી.
1952 – કમલા પ્રસાદ બિસેસર – ભારતીય મૂળના કેરેબિયન ટાપુ ત્રિનિદાદ અને ટોબેગોના મહિલા વડાપ્રધાન.
1960 – મનોજ મુકુંદ નરવણે – ભારતીય સેનાના આર્મી ચીફ છે.
1962 – ગુરુપ્રસાદ મહાપાત્રા – ભારતના IAS ઓફિસર.
1974 – ચેતન ભગત – પ્રખ્યાત નવલકથા લેખક.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1969 – જોગેશચંદ્ર ચેટર્જી – ‘કાકોરી કાંડ’ના પ્રખ્યાત ક્રાંતિકારી હતા.
1980 – મંગુરામ – એક સમાજ સુધારક હતા.
1996 – હિતેશ્વર સાઇકિયા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જેઓ બે વખત આસામના મુખ્યમંત્રી હતા.

2001 – મહમૂદ અલી ખાન – ભારતના પ્રખ્યાત રાજકારણીઓમાંના એક અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
2013 – જગદીશ શરણ વર્મા – ભારતના 27મા મુખ્ય ન્યાયાધીશ હતા.
2013 – લાલગુડી જયરામન, ભારતીય કર્ણાટકી વાયોલિનવાદક, ગાયક અને સંગીતકાર. (જ. ૧૯૩૦)
2021 – શ્રવણ કુમાર રાઠોડ – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text