મોરબીમાં ફરી રૂપાલા સામે કાળા વાવટા ફરકાવીને વિરોધ : ક્ષત્રિય યુવાનોની અટકાયત

- text


રોડ શો દરમિયાન અનેક ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા

મોરબી : મોરબીમાં ફરી એક વખત ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેને પગલે પોલીસે આ યુવાનોની અટકાયત પણ કરી છે.

મોરબીમાં આજે રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રવાપરમાં હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી બહુચરાજી માતાજીના મંદિર સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો. જો કે તેઓની ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યો છે. પરિણામે આજે પણ રવાપર ગામ પાસે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાળા વાવટા અને સૂત્રોચ્ચાર પોકારીને તેઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ રોડ શો યોજ્યો હતો ત્યારે પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવી તેઓનો વિરોધ કર્યો હતો. બીજી તરફ તાજેતરમાં જ કરણી સેનાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં અગ્રણીઓએ યુવાનોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમને નજરકેદ કરવામાં આવી રહ્યા છે. જેથી યુવાનો જ્યાં પણ ભાજપની સભા કે રોડ શો હોય ત્યાં કાળા વાવટા ફરકાવીને કાયદેસર રીતે વિરોધ નોંધાવે.

- text

- text