ક્ષત્રિય સમાજ મોદીના હાથ મજબૂત કરી ભારતને સમર્થ બનાવે તેવી અપીલ : રૂપાલા

- text


બીજી કેટલીય જાનું નીકળી છે, પણ એમાં વરરાજા નથી, એક માત્ર મોદીએ જ કહ્યું છે કે હું વડાપ્રધાન બનવા માંગુ છું : રવાપરમાં પરસોત્તમ રૂપાલાએ સભા ગજાવી  

મોરબી : મોરબીના રવાપરમાં ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રોડ શો યોજી સભા સંબોધી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજને મોદીના હાથ મજબૂત કરવા માટે સમર્થન આપવા અપીલ કરી હતી.

આ સભામાં મોહન કુંડારીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે છ લાખ થી વધુ લીડ આવે તેવા કાર્યકર્તાઓ કચકચાવીને પ્રયત્ન કરે. કેસરિદેવસિંહે જણાવ્યું કે 26 સીટ માંથી 4 કમળ દેવાની જવાબદારી મોરબી જિલ્લામાં છે. ત્યારે આપણે 400 પારનો સંકલ્પ પૂર્ણ કરી મોદીના હાથ મજબૂત કરીએ.

પરસોતમ રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાનની કોઈ સ્પર્ધા દેખાતી જ નથી, કેટલીય બીજી જાનુ નીકળી છે પણ એમાં વરરાજા નથી, કોઈએ ખોખારો ખાઈને કીધું જ નથી કે હું વડાપ્રધાન બનવા માંગુ છું. જ્યારે મોદીએ કીધું છે કે હું ત્રીજી ટર્મમાં આવીશ , રાજકોટ વર્તમાનપત્રમાં મને અચૂક લાગે છે 100 % મતદાન થયું એ આ વખતે આવશે.

વધુમાં તેઓએ ઉદ્યોગકારોને ખાસ જણાવ્યું કે તમારો કર્મચારી પરિવાર મોટો હોય છે જેથી ચોકસાઈથી તેઓ 100 ટકા મતદાન કરે તેની તકેદારી રાખે. ઉપરાંત તેઓએ આરોગ્ય ક્ષેત્રે, રેલવે ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે વડાપ્રધાન મોદીએ કરેલા કાર્યો જણાવ્યા હતા અને કહ્યું હતું કે હજુ પણ આવતા સમયમાં સમૃદ્ધિ અને વિકાસ કરવા મોદીજીને સાથ આપજો.

પરસોત્તમ રૂપાલાએ અંતમાં જય શિવાજી અને જય ભવાની નારા લગાવ્યા હતા. બાદમાં કહ્યું હતું કે હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કે નાની મોટી વાતને દર ગુજર કરી મોદીના હાથ મજબૂત કરવા સમર્થન આપી અને દેશને સમર્થ બનાવે.

આ સભામાં રામભાઈ મોકરીયા, જયંતિભાઈ કવાડિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ, બ્રિજેશભાઈ મેરજા, રાઘવજી ગડારા, મગન વડાવિયા, ભવાનભાઈ, સંગીતાબેન કગથરા, અશોક ચાવડા, સીમાબેન લુણાગરિયા, જયંતીભાઈ પટેલ, મુકેશભાઈ ઉંઘરેજા, હરેશભાઇ બોપલીયા, કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ વાંસદાડિયા, બચુભાઈ ગચ્છર, રૂપસિંહ, શૈલેષભાઇ ગજેરા, છગનભાઈ, નિલેશભાઈ ડોડીયા, નીતિષભાઇ ભટાસણા, નિર્મલભાઈ જારીયા, ગણપતસિંહ ઝાલા, ભાવનાબેન કૈલા અને હંસાબેન સહિતના જોડાયા હતા.

- text

- text