સંકટમોચન નામ તિહારો : પ્રભુ શ્રી રામની કથા દરમિયાન હજરાહજૂર રહેતાં ચિરંજીવી હનુમાનજી

- text


આજે હનુમાન જયંતી : જાણો.. હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રોચક માન્યતાઓ

મોરબી :
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર,
રામદૂત અતુલિત બલ ધામા, અંજનિ પુત્ર પવન સુત નામા.

હનુમાન જયંતી ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાની પૂર્ણીમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. આ શુભ દિવસે માતા અંજલી માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024, મંગળવારે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ ચિત્રા નક્ષત્રમા થયો હતો. શ્રી રામભક્ત ચિરંજીવી હનુમાનજી ખૂબ જ શક્તિશાળી, બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે. કહેવાય છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભ આપે છે.


ચિરંજીવી હનુમાનજી

‘સંકટમોચન નામ તિહારો’ એવા હનુમાનજી દાદા સપ્ત ચિરંજીવી પૈકી એક છે. આથી, પૃથ્વી ઉપર હંમેશા હજરાહજૂર હોય છે. ખાસ કરીને જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજરી આપે છે. હનુમાનજીને અમર રહેવાનું વરદાન પણ પ્રાપ્ત છે. માટે હનુમાનજીની જન્મતિથિને જયંતીની જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે.


હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રોચક માન્યતાઓ

1. શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે યજ્ઞની પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને ત્રણેય રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો. માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો, એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગબલીને વાયુ પત્ર પણ કહેવામાં આવે છે.

- text

2. ધાર્મિક પુસ્તકોમાં હનુમાનજીના જન્મ વિશે અલગ-અલગ સમયનો દાવો કરવામાં આવ્યો છે. આ કારણે હનુમાન જયંતિ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે. પ્રથમ હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમાના દિવસે અને બીજી દિવાળીના સમયે કારતક કૃષ્ણ ચતુર્દશી પર.

3. હનુમાનજીના જન્મસ્થળ વિશે અલગ-અલગ માન્યતાઓ છે. તેના આધારે હનુમાનજીના ચાર જન્મસ્થળો છે. એક કૈથલમાં, બીજી ગુજરાતના ડાંગ જિલ્લાના અંજની પર્વત પર સ્થિત અંજની ગુફામાં, ત્રીજુ ઝારખંડના ગુમલા જિલ્લાના અંજન ગામમાં આવેલી ગુફામાં અને ચોથી પંપાસરોવર પાસે, જે મૈસૂરમાં છે.

4. હનુમાનજીના પિતા વાનરરાજ કેસરી અને માતાનું નામ અંજના હતું. પવનદેવે પણ તેમના જન્મમાં મદદ કરી હતી. આ કારણે હનુમાનજીને પવનપુત્ર પણ કહેવામાં આવે છે.

5. હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામની મદદ કરવા માટે થયો હતો. તેઓ મહાદેવ શિવજીના અગિયારમાં અવતાર હોવાનું માનવામાં આવે છે.


- text