તા. 30મીએ ભાલોડિયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીનો રજત જયંતી મહોત્સવ ઉજવાશે

- text


જામનગર જિલ્લાના મોમાઈ મેડી ગામે ભવ્યાતિભવ્ય આયોજન

જામનગર : ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના જામવણથલીના મોમાઈ મેડી ગામે મોમાઈ માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આંબા ભગતની જન્મભૂમિ એવા મેડી ગામે ભાલોડિયા પરિવારના કરદેવી મોમાઈ માતાજીના આંગણે રજત જયંતી મહોત્સવ પ્રસંગે 108 મહાકુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ધ્વજારોહણ, મહાઆરતી, સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, સંતોના સામૈયા, દાતાઓનું સન્માન, લોકડાયરો, મોટીવેશનલ સ્પીચ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

- text

તારીખ 29 એપ્રિલ ને સોમવારના રોજ સવારે 9 વાગ્યે પરિવારનું આગમન, બપોરે 11 કલાકે ભોજન પ્રસાદ, સાંજે 4 થી 6 રાસ ગરબા, સાંજે 6-30 વાગ્યે ભોજન પ્રસાદ અને રાત્રે 9 વાગ્યે રામજી મંદિરથી મોમાઈ માતાજીના મંદિર સુધી ધ્વજાજીની મહા શોભાયાત્રા યોજાશે. તારીખ 30 એપ્રિલ ને મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી શાસ્ત્રી પરેશભાઈ ઠાકર (હમાપરવાળા)ના આચાર્ય પદે યજ્ઞ મહોત્સવ યોજાશે. ત્યારબાદ સવારે 9 થી 12 વાગ્યા સુધી વિદ્યાર્થી તથા આગેવાનોના સન્માન તથા આગેવાનોના અભિવાદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદ, બપોરે 1 કલાકે બીડું હોમાશે, બપોરે 2 વાગ્યે ધ્વજા ચડશે અને 2-30 કલાકે મહાઆરતી થશે. બપોરે 3 કલાકે સંતોના સામૈયા થશે. જેમાં મહામંડલેશ્વર કિશનદાસજી મહારાજ- રામટેકરી (જૂનાગઢ), અવધ કિશોરદાસબાપુ (મહામંડલેશ્વર, કથાકાર તપોવન આશ્રમ- મોઢેરા), અને પ્રભુચરણદાસજી મહારાજ (મોરબી જિલ્લા સંત સમાજના અધ્યક્ષ, પ્રભુચરણ આશ્રમ- ટંકારા, હળવદ) ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 3-30 કલાકે દાતાઓનું સન્માન, બપોરે 4-30 કલાકે શૈલેષભાઈ સગપરીયાનો મોટીવેશન કાર્યક્રમ યોજાશે. સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9-30 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે જેમાં કલાકાર અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ અને પીયુશ મહારાજ હાજર રહેશે.

- text