શુ તમને કમરના સંધિવા વિશે ખબર છે ?

 

કમરના સંધિવા તથા સ્પોન્ડીલોર્થ્રિટીસનું નિદાન ઘરઆંગણે : કાલે મંગળવારે ડો. બંસી પારેજીયાની ઓપીડી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કમરના સંધિવા તથા સ્પોન્ડીલોર્થ્રિટીસની સમસ્યાથી પીડાતા દર્દીઓને હવે ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર મળવાની છે. કારણકે આવતીકાલે મંગળવારે મુળ મોરબીના વતની એવા વા સંધિવા અને સ્નાયુના રોગના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. બંસી પારેજીયા (આદ્રોજા) મોરબીમાં જ ઓપીડી યોજવાના છે.

ડો.બંસી પારેજીયા (આદ્રોજા) (MD મેડિસિન, DM રૂમેટોલોજી & કલીનીકલ ઇમ્યુનોલોજી)એ ભારતની ટોપ ઇન્સ્ટીટયુટ ગણાતી એવી નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હૈદરાબાદથી રૂમેટોલોજીના રોગોમાં સઘન તાલીમ મેળવી છે. તેઓ સર્વોત્તમ પદવી એટલે કે DM ધરાવતા સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર લેડી રૂમેટોલોજીસ્ટ છે. તેઓએ 10 હજાર જેટલા વિવિધ પ્રકારના વા અને તેની સાથે સંકળાયેલા અનેક બીમારીના નિદાન અને સારવારનો બહોળો અનુભવ ધરાવે છે.

તેઓ રાજકોટમાં નાના મવા મેઈન રોડ ઉપર રાજનગર ચોકમાં આઇસીઆઇસીઆઇ બેંકની બાજુમાં રોશની હોસ્પિટલના પહેલા માળે સિટી રૂમેટોલોજી સેન્ટરમાં રેગ્યુલર સેવા આપે છે. તેઓ હવેથી દર મંગળવારે મોરબીમાં પણ ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત તેઓ આગામી તા. 16 એપ્રિલના રોજ સવારે 9 થી બપોરે 1 દરમિયાન મોરબીમાં શનાળા રોડ ઉપર અથર્વ હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં ઓપીડી યોજવાના છે. જેનો લાભ લેવા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


કમરના સંધિવા અથવા સ્પોન્ડીલોર્થ્રિટીસના લક્ષણો જેવા કે

● 50 વર્ષની નીચેની ઉંમરના પુરુષોને સવારે કમર જકડાઈ જવી
● પાછળના ભાગમાં દુઃખવું
● રાત્રે ઊંઘમાં પડખું ફરવામાં તકલીફ થવી
● દિવસ જાય તેમ કમરનો દુખાવો ઓછો થવો
● ગરદનના દુખાવો અને ફેરવવામાં તકલીફ થવી
● પ્સોરીઆસિસ નામની ચામડીની બીમારી સાથે સાંધાઓ દુઃખવા


આ બધા કમરના વા અથવા સ્પોન્ડીલોર્થ્રિટીસના લક્ષણો હોય શકે છે

સમય પર સારવાર અને નિદાન કરવાથી જોઇન્ટ્સ તથા સ્નાયુને થતું નુકસાન અટકાવી શકાય છે. તો આવા કોઈ પણ લક્ષણો હોય તો ઓપીડીનો લાભ લ્યો.

ઓપીડી તા.16 એપ્રિલ
સમય : સવારે 9થી 1
સ્થળ : એપલ હોસ્પિટલ,
ત્રીજો માળ, અથર્વ હોસ્પિટલ,
શનાળા રોડ, મોરબી
મો.નં.8758800921
મો.નં.7573010107