વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે 32મો પાટોત્સવ ઉજવાશે

- text


16 થી 20 એપ્રિલ સુધી યોજાશે શ્રીમદ ભાગવત સપ્તાહ

વાંકાનેર : વાંકાનેર મહાકાળી ટેકરીની તળેટીમાં આવેલા ગાયત્રી શક્તિપીઠ (તત્વાવદ્યાન શાંતિકુંજ હરિદ્વાર) ખાતે આગામી તારીખ 18 એપ્રિલના રોજ 32મા પાટોત્સવ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

- text

પાટોત્સવ પ્રસંગે તારીખ 16 થી 20 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 8 થી 12 સુધી વેદમાતા ગાયત્રી ભોજનાલય (ટિફીન સેવા), બાલ મંદિર, પ્રાથમિક શાળા તથા દિવ્યાંગ બાળકોની શાળા અને ગૌશાળાના લભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે અશ્વિનભાઈ જોષી (મા-બાપ) વ્યાસપીઠ પર બિરાજશે અને કથાનું રસપાન કરાવશે. કથામાં સહભાગી/યજમાન થવા માટે અશ્વિનભાઈ (મો.નં. 9825120978) અથવા રાહુલભાઈ (મો.નં. 9265066096)નો સંપર્ક કરવા જણાવાયું છે. જ્યારે 18 એપ્રિલના રોજ બપોરે 3-30 થી 6-30 સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન તથા નવકુંડી યજ્ઞ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 કલાકે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાટોત્સવ મહોત્સવમાં પધારવા સૌને ગાયત્રી પરિવાર-વાંકાનેર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

- text