વાંકાનેરની જામસર ચોકડી નજીક બાઈક ઉપર દારૂની બોટલ લઈ જતો યુવાન પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ચોકડી નજીકથી પોલીસે બાઈક ઉપર દારૂની એક બોટલ લઈને પસાર થતા આરોપી બેચર દાદુભાઈ સરવાડિયાને બલેન્ડર્સ પ્રાઇડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 850 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.વધુમાં આરોપીએ દારૂની આ બોટલ વિક્રમ અરવિંદ ઉઘરેજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા 30 હજારના બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિક્રમને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text

- text