Halvad: હળવદ તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા 60 ટકા કરવેરા વસુલાત

- text


Morbi: જિલ્લાના હળવદ તાલુકાની કુલ 72 ગ્રામ પંચાયતોમાં વર્ષ 2023-24ના નાણાકીય સમયગાળા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હળવદ, તાલુકા વિકાસ અધિકારી એમ.કે સિંધવ દ્વારા હળવદ તાલુકાના ગામોમાં પંચાયત કરવેરા વસુલાત માટે તલાટી કમ મંત્રીઓની સાથે દિવસ તેમજ રાત્રિ પ્રવાસ કરી ડોર ટુ ડોર કેમ્પેઇન ડ્રાઈવ ચલાવી પંચાયત કરવેરા વસુલાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text

જેના પરિણામ સ્વરૂપે 14 ગ્રામ પંચાયતોમાં 100 ટકા, 28 ગ્રામ પંચાયતોમાં 80 થી 90 ટકા તથા હળવદ તાલુકાની કુલ 60 ટકા જેટલી વસુલાત કરવામાં સફળતા મેળવી છે. વધુમાં હળવદ તાલુકામાં 1800 જેટલી મિલકત ધરાવતી સાપકડા ગ્રામ પંચાયત દ્વારા 8,51,000 ના માગણા સામે 100 ટકા વસૂલાત થવાના કિસ્સામાં હળવદ તાલુકાના તલાટી કમ મંત્રીઓ તેમજ સરપંચોને હળવદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

- text