સિરામિક ઉદ્યોગકારોએ ITની કલમ 43 B(h) અંગે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત

- text


નવી જોગવાઈ પ્રમાણે માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજીયાત, જ્યારે આવા ઉદ્યોગો પાસેથી કાચો માલ ખરીદતા સિરામિક ઉદ્યોગોમાં ૧૦૦ થી ૧૨૦ દિવસની ઉધારીની જ વ્યવસ્થા

મોરબી : સિરામિક ઉદ્યોગો માટે ઇન્કમટેક્સની કલમ 43 B(h)થી સમસ્યા ઉદભવી છે. જેથી આ મામલે ઉદ્યોગકારોએ દિલ્હી જઈ સાંસદ મોહન કુંડારિયા સાથે મળી CBDTના ચેરમેન અને MSMEના મંત્રીને મળી રજુઆત કરી હતી. આ સાથે સાંસદે નાણામંત્રીને પણ રજુઆત કરી હતી.

૧-૦૪-૨૪ થી ઈન્કમટેક્ષમાં આવેલ કલમ 43 B(h) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજીયાત છે. જેમા સિરામિક ઉદ્યોગોનું ફો મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય અને સિરામિક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસની ઉધારીમાં થતુ હોય છે. ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય ઉદ્યોગ મોટી સમસ્યામા મુકાઈ ગયો છે.

- text

જેથી મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે દિલ્હી ખાતે ગત રોજ Central board of Direct Taxના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણેને રજુઆત કરવામાં આવી હતી. તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનો સમય લઈને ગઈકાલે આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેમા નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ હતું.

મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા આ રજુઆત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

- text