મોરબીમાં બુકાનીધારી શખ્સોનો યુવતી પર હુમલો : ધોકા મારી ભાગી ગયા

- text


યુવતી ઇજાગ્રસ્ત થતા સિવિલમાં દાખલ, પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીમાં આજે વેહલી સવારે બુકાનીધારી શખ્સે એક યુવતી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં શેરીમાં ઓચિંતા શખ્સે ધોકા સાથે ધસી આવીને માર માર્યો હતો. આ મામલે પોલીસે યુવતીનું નિવેદન લઈને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં બાપા સીતારામ ચોક પાસે આજે વહેલી સવારે આરતીબેન જસવંતભાઈ છનારીયા બાળક સાથે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે અચાનક બે બુકાનીધારી શખ્સ ત્યાં ધોકા સાથે આવી ગયા હતા. અને તેમાંથી એકે પાછળથી ધોકા વડે હુમલો કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં આરતીબેનને ઇજા પહોંચતા તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેઓનું નિવેદન પણ લીધું છે. હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

- text

- text