દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ટર્મિનેટિંગ સ્ટેશનમાં ફેરફર

- text


મોરબી : પોરબંદર રેલવે યાર્ડમાં કામગીરીને કારણે ટ્રેન નંબર 19015/16 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું ટર્મિનેટિંગ સ્ટેશન બદલવામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં આ ફેરફાર તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ, ટર્મિનલમાં ફેરફારને કારણે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

● ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દાદરને બદલે મુંબઈ સેન્ટ્રલથી 09.20 કલાકે ઉપડશે. આ ટ્રેન દાદર 09.27 કલાકે પહોંચશે અને 09.29 કલાકે ઉપડશે. આ ફેરફાર તાત્કાલિક અસરથી છે. આ ટ્રેનના અન્ય સ્ટોપ પર સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

- text

● ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દાદરને બદલે મુંબઈ સેન્ટ્રલ ખાતે 19.30 કલાકે સમાપ્ત થશે. આ ટ્રેન 18.22 કલાકે બોરીવલી પહોંચશે અને 18.26 કલાકે ઉપડશે અને આ ટ્રેન દાદર 18.54 કલાકે પહોંચશે અને 18.57 કલાકે ઉપડશે. આ ફેરફાર 7 ફેબ્રુઆરી, 2024થી લાગુ થશે. આ ટ્રેનના અન્ય સ્ટોપ પર સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

- text